મહારાષ્ટ્ર : ભિવંડીમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં ૧૦નાં મોત, ર૦ લોકો ફસાયેલા હોવાની આશંકા

 

(એજન્સી) મુંબઈ, તા.ર૧
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં એક ત્રણ માળની બિલ્ડિંગ રવિવારે મોડી રાત્રે પત્તાની જેમ તૂટી પડી હતી. બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ૧૯૮૪માં બનેલ જીલાની એપાર્ટમેન્ટના મકાન નંબર ૬૯ નામની અડધી બિલ્ડિંગ મોડી રાત્રે તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ર૦ જેટલા લોકો હજી ફસાયેલા હોવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ માળના મકાનના ૨૧ ફ્લેટમાં ઘણા લોકો સૂતા હતા. અચાનક રાત્રે ૩.૨૦ વાગ્યે ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અત્યારે સ્થાનિક નાગરિકો અને મનપાની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઇ છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમે થાણેના ભિવંડીમાં મકાન ધરાશાયી થવાના સ્થળે એક બાળકને કાટમાળ નીચેથી બચાવી લીધો હતો. આજની ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks