(એજન્સી) તિરૂવનંતપુરમ, તા. ૨૩
કેરળના કોઝીકોડની ફારૂક ટ્રેનિંગ કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડાઓને લઇ આપત્તિજનક ટિપ્પણી કરનાર પ્રોફેસર જોહર મુનવ્વર વિરૂદ્ધ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. જોહર મુનવ્વર હાલમાં કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. જોહર મુનવ્વરએ છોકરીઓના અંગની શારીરિક બનાવટની તુલના તરબૂચ સાથે કરી હતી. પ્રોફેસરના નિવેદન બાદ કોલેજમાં વિદ્યાર્થિનીઓએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. પોલીસે આઇપીસીની ધારા ૩૫૪ (છ) અને ૫૦૯ હેઠળ કેસ દાખલ કર્યો છે. પ્રોફેસરે એક કાર્યક્રમ દરમિયાન છોકરીઓના છાતીના અંગની તુલના તરબૂચ સાથે કરી હતી.
Facebook
0
Twitter
0