મહિલા ઓફિસરે માફી માંગી, પણ સવાલ તો એ જ છે કે, ત્રિરંગાના નામ પર દંગાઓ કોણ ઈચ્છે છે ?

(એજન્સી) સહારનપુર, તા.પ
સહારનપુરની ડિપ્ટી ડાયરેકટર રશ્મિ વરૂણે હવે માફી માંગી લીધી છે. કેટલાક કટ્ટરવાદીઓની આકરી આલોચના બાદ હવે તેઓએ કહ્યું કે જો કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેઓ માફી માંગે છે. બરેલીના ડીએમ બાદ તેઓ બીજી એવી ઓફિસર છે જેઓએ ત્રિરંગાની આડમાં કરવામાં આવેલ ધમાસણને લઈ ટિપ્પણી કરી છે. પણ બન્નેની માફી માંગ્યા બાદ પણ આ સવાલ લોકોના મગજમાં છે કે છેવટે ત્રિરંગાના નામ પર દંગાઓ કોણ ઈચ્છે છે ? સવાલ એ પણ છે કે, શું ત્રિરંગાને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. શું આ કોઈ અયોગ્ય યોજનાનો ભાગ છે કારણ કે ત્રિરંગાના નામ પર ખેલમ, સહારનપુર અને હવે કાસગંજને બાળવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ચૂકયો છે. પૂર્વ મંત્રી દીપકકુમાર કહે છે કે, પહેલાં તોફાનોને ભડકાવવા માટે મંદિર-મસ્જિદમાં કંઈક ખોટી વસ્તુ ફેંકવામાં આવતી હતી પણ લોકો આને સમજવા લાગ્યા, કેટલાક સમયે ગાયના નામ પર હિંસા થઈ પણ આમાં પણ જોઈએ એટલી સફળતા ન મળી. લવજેહાદ અને છેડછાડ જેવા મુદ્દા પર પણ લોકો હવે જાગરૂક થઈ ગયા એવામાં ત્રિરંગાને તેઓ નવો ટોપિક લઈ રહ્યા છે. કાસગંજમાં જે કંઈપણ થયું એ તમારી સાથે છે. મુઝફ્ફરનગરના અબ્દુલ હક જણાવે છે કે, અહીંયા દર વર્ષે હરિદ્વાર કાપડિયા જાય છે અને પાણી લઈને આવે છે. તે એમની આસ્થા છે અને મુસ્લિમો આનું સન્માન કરે છે. આ ઉપરાંત મુસ્લિમો તેમના માટે દવાઓ અને ખાવાના સ્ટોલ પણ લગાવે છે. આ વખતે મુસ્લિમોએ તેમની ખૂબ જ સેવા કરી પરંતુ મારું કહેવું છે કે, ગત વર્ષથી કાવડ યાત્રામાં ભગવા અને ત્રિરંગા ઝંડાઓ મોટી સંખ્યામાં રહે છે. આ વખતે તો કાવડ શ્રંખલાનું નામ જ ત્રિરંગા કાવડ હતું અને ઘણી જગ્યાએ માહોલ ખરાબ કરવાનો પ્રયાસ પણ જોવા મળ્યો. નોંધનીય છે કે, રર જુલાઈના રોજ ખેલમમાં મોટી સંખ્યામાં કાપડિયાઓ ત્રિરંગા અને ભગવા ઝંડાને હાથમાં લઈને સૂત્રોચ્ચારો કરતા ખેલમના મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારની તરફ આગળ વધ્યા. હાજર રહેલા સાક્ષીઓ મુજબ તેમનું નેતૃત્વ પ્રદેશ સરકારમાં એક કેબિનેટ મંત્રીનો ભાઈ માનસિંહ ચૌહાણ કરી રહ્યો હતો. આ ઘટનામાં પણ એવી જ અફવાઓ ફેલાવવામાં આવી હતી કે દેશભક્ત કાપડિયાઓ હાથમાં ત્રિરંગા સાથે જઈ રહ્યા છે અને દેશદ્રોહી મુસ્લિમોએ શિવભક્ત કાપડિયાઓ પર હુમલો કરી દીધો. બરેલીના મુખ્તાર આલમ જણાવે છે કે, ત્યારે ખૂબ જ મુશ્કેલથી પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ખૂબ જ સંવેદનશીલ જિલ્લો છે. હવે ડીએમ સાચું કહી રહ્યા છે કે મુસ્લિમ વિસ્તારોમાં ખોટા સૂત્રોચ્ચારો કરતાં કેમ જવામાં આવે છે. છેવટે તેમનો ઉદ્દેશ શું હોય છે. ફૈસલખાન જણાવે છે કે, રર એપ્રિલ ર૦૧૭ના રોજ સહારનપુર રોડ દુધલી ગામમાં થયેલ હોબાળા પાછળ પણ ત્રિરંગાને જ બતાવવામાં આવ્યો હતો. તેઓ જણાવે છે કે, તે વખતે સહારનપુરના સાંસદ રાઘવ લખનાપાલે આંબેડકર સાહેબના નામ પર એક યાત્રા કાઢી આમાં ભગવો ત્રિરંગા અને બે વ્યક્તિઓએ ત્રિરંગો પકડ્યો હતો. આ બધા હિન્દુ સંગઠનોથી જોડાયેલા લોકો હતા. સાંસદના ભાઈ રાહુલ પોતે આ યાત્રામાં હતો અને લોકો જાણીજોઈએ મુસ્લિમ વિસ્તારોમાં આપત્તિજનક સૂત્રોચ્ચારો કરતાં ઘૂસી ગયા. આ યાત્રામાં એક પણ દલિત યુવાન ન હતો. બધા બજરંગદળ અને હિન્દુ જાગરણ મંચના લોકો હતા. ત્યારબાદ બન્ને પક્ષો વચ્ચે સંઘર્ષ થયું તે સમયના એસએસપીના ઘર પર ભાજપા સાંસદ રાઘવ લખનપાલની નેતૃત્વમાં હુમલો પણ કરવામાં આવ્યો. સપા જિલ્લા અધ્યક્ષ સટ્રસેન અનુસાર આ યાત્રાનો એકમાત્ર એજન્ડો બબાલ કરાવવાનો હતો. સાંસદના ભાઈ રાહુલ પોતે આનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ યાત્રા આંબેડકરના જન્મદિવસના એક અઠવાડિયા બાદ નીકળી રહી હતી. દંગા કરવાની આ યોજનાનો ભાંડફોડ ભીમ આર્મી સેનાએ કર્યો અને ત્યારબાદ ચંદ્રશેખર રાવણ ભગવા જૂથની આંખોમાં ખટકવા લાગી નોંધનીય છે કે, ત્યારબાદ થોડા દિવસો પછી અહીંયા ઠાકુર અને દલિતો વચ્ચે જાતીય સંઘર્ષ થવા લાગ્યો. કાસગંજની બબાલની જેમ ખેલમમાં પણ ત્રિરંગા યાત્રાના નામ પર હોબાળો થયો જેનો ઉલ્લેખ બરેલી ડીએમ રાઘવ વિક્રમસિંહે પોતાના ફેસબુક પોસ્ટ પણ કર્યો. સહારનપુરની મહિલા ઓફિસર રશ્મિ વરૂણે પણ એવું જ લખ્યું હતું કે, એવું જ સડક દૂધલીની ઘટનામાં પણ થયું હતું. જો કે, પછીથી આ પોસ્ટ હટાવી લેવામાં આવી હતી અને હવે રશ્મિ વરૂણે માફી માંગી લીધી છે. (સૌજન્ય ટુ સર્કલ.નેટ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks