મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ મોર્નિંગ વોક કરવા ગયા અને સોનાની ચેન ગઈ

અમદાવાદ, તા.૧૬
શહેરની મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં હીનાબહેન ભટ્ટે મણિનગર પોલીસ સ્ટેશનમાં ૧પ દિવસ પછી ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ૧ જુલાઇના રોજ હીનાબહેન મોર્નિંગ વોકમાં નીકળ્યાં હતાં તે સમયે એક્ટિવા પર આવેલા યુવકો તેમના ગળાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા. પોલીસ ચેઇન સ્નેચરોને પકડી પાડશે તેવું વિચારીને હીનાબહેને ૧પ દિવસ પછી ફરિયાદ કરી છે. મણિનગર વિસ્તારમાં આવેલ સહારા એપાર્ટમેન્ટમાં રહેતાં અને મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં હીનાબહેન ભટ્ટ (ઉ.વ.પપ)એ મણિનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગ કરવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે તારીખ ૧ જુલાઇના રોજ હીનાબહેન કાંકરિયા ખાતે મોર્નિંગ વોક માટે ગયાં હતાં. મોર્નિંગ વોક કરીને હીનાબહેન પરત આવતાં હતાં તે સમયે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી ૪પ હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા. હીનાબહેને બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા, જોકે ચેઇન સ્નેચરો એક્ટિવા લઇને રામબાગ તરફ જતા રહ્યા હતા. તે સમયે હીનાબહેન મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયાં હતાં, જોકે પોલીસે તેમની અરજી લઇને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અરજીની તપાસમાં જો આરોપીઓ પકડાઇ જાય તો પોલીસ સ્ટેશનથી તમારો મુદ્દામાલ મળી જશે. ૧પ દિવસમાં આરોપીઓ પકડાઇ જશે તેવું કહેતાં અમે પહેલાં અરજી આપી હતી. પોલીસે આરોપીને નહીં પકડતાં ગઇ કાલે ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks