મહુવાના ઉમણીયાવદર ગામના યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

પાલીતાણા,તા.૩
મહુવાનાં ઉમણીયાવદર ગામ પાસે માલણનદીમાં બાવળની કાંટમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવે હતી. બનાવ અંગે મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે મહુવા પોલીસે હત્યાના આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવાનાં ઉમણીયાવદર ગામે રહેતા ગભાભાઈ સીધીભાઈ વાઘેલા (ઉ.વ.૨૦)ની ગઈકાલે માલણનદીમાં બાવળની કાંટમાંથી હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવી હતી. બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભાવેશભાઈએ મહુવા પોલીસમાં ઉમણીયાવદર ખાતે રહેતા કિશન ડાયાભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કિશનને કોટુબીંક મહિલા સાથે મૃતક યુવાનને આડા સંબંધ કરતા કોટુબીંક મહિલા સાથે મૃતક યુવાનને આડા સંબંધની શંકા હતી. જે બાબતે તિક્ષણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યુ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks