મહેલોલ સ્મશાન અત્યાચાર કેસમાં આરોપીને દંડ અને પ વર્ષની સજા

ગોધરા,તા.પ
બહુ ચચૅતિ મહેલોલ સ્મશાન અત્યાચાર કેસમાં આરોપીને ૨૫૦૦૦/- રુ. દંડ અને ૫ વષૅની જેલની સજા ગોધરા સેશન્સ કોટ ફટકારી છે..
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામે નાનાભાઈ કોહ્યાભાઈ વણકર ઉ.વર્ષ-૭૫નું તાઃ ૧૯-૦૯-૨૦૧૪ની સવારે મરણ થયેલ. ગામના સદાબા પટેલ જાહેર સ્મશાનગૃહ જે સ્થાનિક વિધાયક ની વિકાસ યોજના અંગેની ગ્રાન્ટ અંગેના સરકારી નાણા માંથી બનેલ છે.ત્યાં દલિતના મ્રૂતદેહની અંતિમવિધિ કરવા દલિતો પહોચેલા જ્યાં નિમેશ ગોરધનભાઈ પટેલ રહે. હરકુંડી તા.ગોધરાના ઓ જે આ સ્મશાનગૃહનો સમગ્ર વહીવટ કરે છે તેમણે ગામના આ સાર્વજનિક સ્મશાનગૃહમાં આ દલિત વ્યક્તિની લાશ હોઈ આભડછેટ અને ભેદભાવને કારણે સદર લાશની અંતિમવિધિ આ જાહેર સ્મશાનગૃહમાં નહી કરવા વિરોધ કરેલો અને સ્મશાનગૃહના ગેટની ચાવી નહિ આપી ચાવી લેવા ગયેલા દલિતોને જાતિગત અપમાનિત કરીને ગુનાહિત તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દલિતની લાશના અંતિમસંસ્કાર કરવા દીધા નહીં.
સદર અત્યાચાર બાબતે વેજલપુર પો.સ્ટે.માં આરોપી વિરુદ્ધ સેકંડ ગુર.નં-૧૫૭/૨૦૧૪ ઈ.પી.કો કલમ-૫૦૪ અને એટ્રોસિટી એક્ટ ની કલમ-૩(૧)૧૪ મુજબ ફરિયાદ નોધાયેલ હતી.
સદર કેસમાં આરોપીને ગોધરા કોટૅ રુ. ૨૫૦૦૦/- દંડ અને ૫ વષૅની જેલની સજા ફટકારી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks