માંગરોળ,તા.ર૭
ગુજરાત રાજ્ય ઊર્જા વિકાસ નિગમની વિજીલન્સ ટીમોએ વહેલી સવારથી જ માંગરોળ તાલુકાના શેઠી, પાણેથા, આસરમા, રણકપોર, ઈસનપુર, વડ, નાંદોલા વગેરે ગામોમાં છાપો માર્યો હતો. ડી.જી.વી.સી.એલ.ની પોલીસ ટીમો સાથે અંદાજે ર૮ વાહનોમાં ર૮ ચેકિંગ ટીમો એટલે કે ૧૧ર જેટલા અધિકારી, કર્મચારીઓએ ૯૦૦ જેટલા વીજ જોડાણો ચેક કરતાં ૭ર જોડાણોમાં વીજચોરી ઝડપી પાડી અંદાજે ર૦ લાખ રૂપિયાનાં દંડ સહિતનાં બિલો પકડાવવામાં આવ્યા છે.
જ્યારે અરેઠ સબ ડિવિઝન કચેરીના વિસ્તારમાં ૬પ વીજ જોડાણોમાં વીજ ચોરી થતી હોવાનું ઝડપી પાડી, આ વીજચોરી કરનારાઓને ૩૭ લાખ રૂપિયાના દંડ સહિતનાં વીજ બિલો પકડાવવામાં આવ્યા છે. આ ઝડપાયેલા વીજચોરો સમય મર્યાદામાં આ બિલોની રકમ ભરપાઈ ન કરશે તો એમની સામે પોલીસ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવનાર હોવાનું ડી.જી.વી.સી.એલ.નાં વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે.
Facebook
0
Twitter
0