માંગરોળ (એસ.ટી) બેઠક ઉપર છેલ્લા દિવસે ૯ ઉમેદવારીપત્રકો ભરાયા

(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.૨૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ ચરણની ૮૯ બેઠકો માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો.
૧૫૬ માંગરોળ એસ.ટી વિધાનસભા બેઠક ઉપર ગઈકાલે તા.૨૦ના પાંચ અને આજે તા.૨૧ના નવ મળી કુલ ચૌદ ઉમેદવારીપત્રો ભરાયા છે. પ્રદેશ કક્ષાએ થયેલી સમજૂતી અંતર્ગત માંગરોળની બેઠક કોંગ્રેસે છોટુભાઈ વસાવાને આપી હતી. પરંતુ ગઈકાલે તા.૨૦ની રાત્રી દરમિયાન માંગરોળ-ઉમરપાડા તાલુકાના કોંગી આગેવાનોએ દિલ્હી અને અમદાવાદ ખાતે કોંગી નેતાઓને માંગરોળની બેઠક કોંગ્રેસના જ ઉમેદવારને આપવા દબાણ કરતાં આજે વહેલી સવારે કોંગ્રેસના ઉમેદવાર નાનસીંગ એન વસાવાના નામનો મેન્ડેટ આવતા કોંગી કાર્યકરોમાં આનંદ છવાય ગયો હતો. નાનસીંગ વસાવાએ પોતાના સેંકડો ટેકેદારો કાર્યકરો સાથ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (N.C.P.)માંથી રિટાયર્ડ આઈએએસ જગતસિંહ એલ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી (B.T.P.)માંથી લલિતાબેન ઉત્તમ વસાવા તથા પાસા હેઠળ અટકાયત કરાયેલ અને હાલમાં રાજકોટ જેલમાં છે. એવા ઉત્તમભાઈ એસ વસાવાએ જેલમાંથી ઉમેદવારી B.T.Pમાં નોંધાવી છે. જ્યારે માંડવી ખાતે બળવો કરનારા કુંવરજી હળપતિએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી કેસુર માનસીંગ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે જગતસિંહ ફૂલસીંગ વસાવા, ઉર્મિલાબેન મુકેશ ભગતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ હાલમાં ૧૫૬ એસ.ટી માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ૧૪ મૂરતિયા મેદાનમાં ઉતર્યા છે. પરંતુ ઉમેદવારપત્રો પરત ખેચાયા બાદ સ્પષ્ટચિત્ર જાણી શકાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks