માંગરોળ તા.ના વિવિધ સંગઠનો દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવા આવેદનપત્ર

(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૬
મહારાષ્ટ્ર રાજ્યના ભીમા કોરેગાંવના મૂળ નિવાસી લોકોના વિજય દિનના કાર્યક્રમમાં ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેનો પડઘો માંગરોળ તાલુકામાં પડ્યો છે અને આ પ્રશ્ને આજે તા.૬ના માંગરોળ તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા માંગરોળના મામલતદાર કે.ડી. કોળીને એક આવેદનપત્ર આપી હુમલો કરનારાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે.
માંગરોળ તાલુકાના ડૉ. બાબા સાહેબ, આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ (પીપોદરા), ભીમ સાહેબ આંબેડકર ફાઉન્ડેશન ટ્રસ્ટ (કુંવારદા), ક્ષત્રિય રોહિત સમાજ (કીમ), માહ્યાવંશી સમાજ (કીમ), સુરત જિલ્લાના દલિત સમાજના કાર્યકરો, આંબેડકર ફાઉન્ડેશન ગ્રુપ (કોસંબા) વગેરે સંગઠનો તાલુકાના પીપોદરા ગામે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી કાઢી તાલુકા મથક માંગરોળ આવી માંગરોળના મામલતદાર કે.ડી. કોળીને એક આવેદનપત્ર રજૂ કર્યું હતું. વધુમાં જણાવાયું છે કે ગઈ તા.૪-૭-૧૭ના સુરત, સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડૉ. ધવલ ડી. પરમારના અપમૃત્યુને છ માસ વીતી ગયા છે. અને ગુનેગારો ખુલ્લે આમ ફરી રહ્યા છે. છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. આ બનાવ અંગે રાજ્ય સરકાર તાકીદે પગલાં ભરે એવી માંગ કરી છે. રાજ્ય સરકાર ઉપર આવેદનપત્રમાં આક્ષેપો કરાયા છે કે રાજ્યની સરકાર અનુસૂચિત જાતિની સુરક્ષા કરવામાં ધરાર નિષ્ફળ રહી છે. આ પ્રસંગે મહેશ પરમાર, પરેશ સોલંકી, જીવણ પરમાર, જગા પરમાર, ધનજી જી. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks