
(એજન્સી) તા.૧૬
પ્રગતિપરા દલિત ઓક્કુતાએ જો પક્ષો અને ઉમેદવારો દલિતોને લગતી જમીન, આવાસ અને બેરોજગારી જેવા મુદ્દાઓ અને અન્ય કાયદેસરની માગણીઓ સંતોષવાની ખાતરી નહીં આપે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. તાજેતરમાં અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, ઓક્કુટા જિલ્લા પ્રમુખ એમ. શિવન્ના કંડેગાલાએ જણાવ્યું કે પ્રભાવશાળી જમીન માલિકોએ સંપૂર્ણ રાજ્યના ગરીબો અને ભૂમિહીન લોકોમાં જે જમીન તેમણે પચાવી પાડી છે તે વહેંચવી જોઈએ. સરકારને ગરીબ અને સીમાંત ખેડૂતોને ખેતીના અધિકારો મુક્ત કરવાની માંગ કરતાં, શિવન્નાએ જણાવ્યુંકે સત્તાવાળાઓએ આશ્રય વિનાના લોકોને પણ ઘરો વહેંચવા જોઈએ અને જીઝ્ર/જી્ સમુદાયોના કલ્યાણ માટેના ભંડોળનો દુરૂપયોગ અને ગેરઉપયોગ કરનારાઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવી જોઈએ . તેમણે રાજ્યમાં ૧.૩૨ લાખ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવા, ગરીબ બાળકોને મફત શિક્ષણ, ખાનગી ક્ષેત્રમાં નોકરીમાં અનામત અને પ્રગતિશીલ કામદારો સામે નોંધાયેલા ખોટા કેસો રદ કરવાની માગણી પણ કરી હતી. તેમણે જણાવ્યું કે કે જો સત્તાવાળાઓ, રાજકીય પક્ષો અને ઉમેદવારો આ માગણીઓના નિવારણ અંગે કોઈ ખાતરી નહીં આપે તો ઓક્કુતાને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે.