માંડલ-દસાડા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં ચાર જણાનાં મોત

વિરમગામ, તા.૨૩
માંડલ-દસાડા હાઈવે પર ગતરાત્રીના સુમારે બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ચાર જણાનાં મોત થતાં વિરમગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની વિગત અનુસાર ફોરચ્યુન ગાડી નંબર જીજે ૨૭ કે ૮૯૪૦ના અજાણ્યા ડ્રાઇવરે પૂરઝડપેે હંકારીને સામેથી આવી રહેલી મારૂતી વાન ગાડી નંબર જીજે ૧૩ એન ૧૦૮૧ને જોરદાર રીતે ટક્કર મારી રોડ સાઇડમાં પલટી ખવડાવી દેતા મારૂતી વાનમાં ૪ જણા સવાર હતા. જેમાં ૨ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજતા અને ૨ વ્યક્તિને સારવાર મળે એ પહેલાં મોત થતાં પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા ફોરચ્યુન ગાડીના ડ્રાઇવર વિરોધ માંડલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને હાલમાં ડ્રાઇવરની શોધખોળ આદરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય મુસ્લિમો ફિરોજભાઈ સમસુદીનભાઈ છીપા, શબાનાબહેન ફિરોઝભાઈ છીપા, સમસુદીનભાઈ હાજી મહંમદ છીપા, અનીસ ફારૂખભાઈ છીપા આ ચારેય જણા ભડિયાદ પીર બાવાની દરગાહે જવા દસાડાથી નિકળ્યા હતા અને રસ્તામાં જ ફોરચ્યૂર કારચાલક દસાડા અને માંડલ વચ્ચે ગેબનશાપીરની દરગાહ પાસે ગતરાત્રીના ૯ વાગ્યાના અરસામાં ઇમરાનભાઈ ફકીર છીપાએ ફોન કરીને માંડલ પોલીસ સ્ટેશને જાણ કરતા તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશોનો કબજો લઈને પીએમમાં મોકલી દઈને એએસઆઈ નટવરભાઈ ફૂલજીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઈ ઠાકોર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks