અમદાવાદ,તા.૩૦
શહેરના જમાલપુર ખાતે આવેલા ફુલબજાર પાસે કેટલાક માથાભારે તત્વોના ત્રાસથી કંટાળીને લોકોનું ટોળું ગાયકવાડ પોલીસ સ્ટેશને ગયું હતું અને આ માથાભારે તત્વો વિરુધ્ધ કડક પગલાં ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદના ગાયકવાડ પોલીસ સ્ટેશનની બહાર લોકોએ હંગામો કર્યો હતો. અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદની માંગ સાથે લોકોએ હોબાળો કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે લુખ્ખાઓ ફુલબજાર પાસે હપ્તા ઉઘરાવે છે. ત્યાં બેસી ધંધો કરતા લોકોને વારંવાર ધમકીઓ આપીને રૂપિયા ઉઘરાવાય છે સ્થાનિકોએ આ અંગે ફરિયાદ કરતા છતાં કોઈ કડક પગલાં નથી ભરાયા જેથી કંટાળેલા લોકોએ પોલીસ સ્ટેશનની બહાર હોબાળો કર્યો હતો. તથા તાત્કાલિક લુખ્ખા તત્વો સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.
Facebook
0
Twitter
0