‘મારવાનને આઝાદ કરો’ : જેલમાં કેદ પેલેસ્ટીની નેતાને મુક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય અભિયાન
(એજન્સી) તા.૨
સોમવારે જેલમાં બંધ પેલેસ્ટીની નેતા મારવાન બરઘૌતીની મુક્તિની માંગણી સાથે એક આંતરરાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જે ૨૦૦૨થી ઇઝરાયેલી કસ્ટડીમાં છે. રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના ફતહ સમૂહના વરિષ્ઠ નેતા ૬૬ વર્ષીય બરઘૌતી પેલેસ્ટીની રાજકારણમાં સૌથી અગ્રણી વ્યક્તિઓમાંના એક છે. તેઓ ૨૦૦૦માં શરૂ થયેલા બીજા ઇન્તિફાદા સંબંધિત આરોપોમાં ૨૦૦૨થી ઇઝરાયેલી જેલમાં પાંચ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જેલમાં બંધ નેતાના ભાઈ મુકબેલ બરઘૌતીએ જણાવ્યું કે આ ઝુંબેશ લંડન, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, ઇટાલી, આરબ દેશોમાં તેમજ કબજવાળા વેસ્ટ બેંકમાં તેમના વતન કોબારમાં એકસાથે ફરી શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ ઝુંબેશ બરઘૌતીની અટકાયત પછીથી તેમની મુક્તિને સુરક્ષિત કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. ઝુંબેશના ભાગરૂપે શનિવાર અને રવિવારે લંડનમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બરઘૌતીની મુક્તિની માંગણી કરતા પ્રદર્શનો અને ચિત્રોનું પ્રદર્શન સામેલ હતું. આમાંથી એક મેળાવડો ફ્રાન્સમાં હતો, જે દેશે તેની ૫૦થી વધુ નગરપાલિકાઓમાં બરઘૌતીને ‘માનદ નાગરિકતા’ આપી હતી. બ્રિટિશ કાર્યકરોના એક સમૂહે બરઘૌતીની મુક્તિ માટેના અભિયાનના ભાગરૂપે શનિવારે રામલ્લાહના ઉત્તરપશ્ચિમમાં આવેલા કોબાર શહેરની પણ મુલાકાત લીધી હતી.