મારૂકુમ્બી દલિત અત્યાચાર કેસમાં એક આરોપીનું મોત

(એજન્સી) કોપ્પલ, તા.ર૮
ગંગાવતી તાલુકાના મારૂકુમ્બી ગામમાં અત્યાચારના કેસમાં પાંચ વર્ષની સજા પામેલા એક દોષીનું આ કેસમાં કોર્ટના ચુકાદાના થોડાં કલાકો પછી શુક્રવારના રોજ જિલ્લા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ લક્ષ્મણ ભોવી (૩૦)ના પુત્ર રમન્ના તરીકે થઈ છે. રમન્ના ભોવી અસ્પૃશ્યતાના કેસમાં આરોપીઓમાંનો એક હતો, જે ૨૦૧૪માં મારૂકુમ્બી ગામમાં બન્યો હતો, તેની અને અન્ય ૧૧૭ સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. ૨૧ ઓકટોબરે કોપ્પલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપલ એન્ડ સેશન્સ જજ સી ચંદ્રશેખરે આ કેસમાં ૧૦૧ લોકો દોષિત હોવાનો નિર્ણય સંભળાવ્યો હતો. ગુરૂવારે, ૯૮ દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણને પાંચ વર્ષની જેલ અને દંડ ફટકારવામાં આવ્યો હતો. ચુકાદો જાહેર થયાના થોડા સમય બાદ રમન્ના ભોવી ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. તે એચઆઈવી પોઝીટીવ પણ હતો અને કોર્ટના ચુકાદાને પગલે ગંભીર માનસિક તાણનો અનુભવ થયો હતો. પોલીસ અને જેલ સત્તાવાળાઓએ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ તે બચી શક્યો નહીં. રમન્નાને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં ચુકાદા પહેલાં જ ૧૧ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેલ સત્તાધીશોએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks