માર્કશીટ અને ડિગ્રી વેરિફિકેશનમાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના ધરમ ધક્કા

અમદાવાદ,તા.૩૦
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જે યુનિ.ના પદવિદાન સમારંભમાં ભાગ લીધો હતો. તેવી ગુજરાત યુનિવર્સિટીની વધુ એક ભયંકર બેદરકારી સામે આવી છે જે ગુજરાત યુનિવર્સિટીની ભૂતકાળની લાલિયાવાડી અને અનેક છબરડાઓની યાદ તાજી કરાવી દે છે.
વિદ્યાર્થીઓને માર્કશીટ, માર્કશીટ અને ડિગ્રી વેરિફિકેશનમાં વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે અને નોકરી મેળવવા માટે જરૂરી એવા પ્રમાણપત્રો, ડિગ્રી સર્ટિ, માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ધક્કા ખાવા પડી રહ્યા છે અને ફોન કરતા કોઈ સામેથી જવાબ પણ સુધ્ધા આપતા નથી. દુર દુરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાની માર્કશીટ મેળવવા અને ડિગ્રી વેરિફિકેશન કરાવવા આવતા વિદ્યાર્થીઓને પોતે ખર્ચેલા ભાડા પણ માથે પડી રહ્યા છે. તે છતાં પણ નિંદ્રામાં પોઢેલા યુનિવર્સિટીના અધિકારીઓને કંઈ દેખાતુ નથી વિદ્યાર્થીઓ ફોન કરીને પૂછે નહીં તે માટે માર્કશીટ વિભાગ દ્વારા ટેલિફોનનું રિસીવર જ નીચે મુકી દેવાયું ત્યારે નીચે મુકી દેવાયેલા રિસીવરને લઈને જે વિદ્યાથિનીએ વીડિયો ઉતાર્યો તે વિદ્યાર્થિનીને જ પોલીસ ફરિયાદની ધમકી અપાઈ છે. અત્રે નોંધનીય છે કે જે વિદ્યાર્થિનીએ વીડિયો ઉતાર્યો હતો તે બે મહિનાથી પોતાના ટ્રાન્સસ્ક્રિપ્ટ સર્ટિ. માટે ધક્કા ખાઈ રહી છે. ત્યારે ઘોર નિંદ્રામાં પોઢેલુ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર કયારે જાગશે તે અંગે વિદ્યાર્થીઓમાં ચર્ચાઓ થવા માંડી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts