માલદીવમાં કટોકટી : ભારતની પ્રતિક્રિયા ઉપખંડમાં તેની સ્થાયી શાંતિ અને સમૃદ્ધિનો આધાર બનશે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
માલદીવની કટોકટી પર ભારતની પ્રતિક્રિયા આ પ્રાંતમાં તેની મજબૂતીનો આધાર બનશે. માલદીવની રાજકીય કટોકટી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં વિદેશ મંત્રાલય દ્વારા જારી એક બયાનમાં કહેવાયું કે લોકશાહી અને કાયદાના શાસનની ભાવનાને અનુલક્ષીને માલદીવ સરકારના તમામ તંત્ર માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. માલદીવ સ્થિર, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બને તેવી ભારતની ઈચ્છા છે. માલદીવ કટોકટી પર ભારતનો જવાબ ઝડપી અને આક્રમક રહ્યો છે. ભારતની દક્ષિણ પશ્ચિમે આવેલું માલદીવ સુરક્ષા અને વ્યુહાત્મક દ્રષ્ટિકોણથી નવી દિલ્હી માટે અત્યંત મહત્વનું રાષ્ટ્ર છે. ભારતીય ઉપખંડમાં એક મહાશક્તિ તરીકે ઊભરવા માંગતા એક દેશ તરીકે, અને ખાસ કરીને જ્યારે ચીન માલદીવ જેવા દેશ સુધી પહોંચી રહ્યું છે ત્યારે આ પ્રાંતમાં તેના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. માલદીવની હાલની કટોકટીની વચ્ચે એવો પણ રિપોર્ટ આવ્યો છે કે માલદીવની સુપ્રીમ કોર્ટે ભારતની સહાય માંગી છે. ૧૯૮૮ માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી માલદીવના રાષ્ટ્રપતિ મોમૂન અબ્દુલની સહાયે આવ્યાં હતા અને ઓપરેશન કેકટસ તરીકે જાણીતા એક ઓપરેશનમાં બળવાને નિષ્ફળ બનાવવા લશ્કર મોકલ્યું હતું. પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવાની ઘરની ચિંતાને કારણે ભારતે જવાબ આપવામાં વાર નથી લગાડી.

માલદીવમાં ૧૫ દિવસની ઈમરજન્સી જાહેર

છેલ્લા કેટલાક દિવસોથી માલદીવમાં ચાલી રહેલી કટોકટીને પગલે દેશમાં ૧૫ દિવસની ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ભારતે પણ માલદીવ સરકારને સુપ્રીમ કોર્ટના આદેશને શિરોમાન્ય રાખવાની અપીલ કરી છે. માલદીવની સ્થાનિક મીડિયામાં આવેલી ખબરો અનુસાર, દેશમાં ૧૫ દિવસની કટોકટી જાહેર કરીદેવામાં આવી છે. સોમવારે માલદીવ સુપ્રીમ કોર્ટના સૂત્રોએ ભારત અને બીજા દેશોની સહાય માંગી હતી. જેથી કરીને દેશમાં કાયદાનું શાસન ટકી રહે. માલદીવ સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમદ નાશીદની સામેની સુનાવણી કરવાનો ઈન્કાર કર્યાં બાદ દેશની સરકારે એવું જાહેર કર્યું હતું કે સરકાર સુપ્રીમના આદેશનું પાલન નહીં કરે અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનની ધરપકડ કરવાનો કે તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ ગેરકાયદેસર ગણાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks