મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા

(એજન્સી) તા.૧૪
મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બે અજાણ્યા હુમલાખોરો દ્વારા અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને એક નવો CCTV ફૂટેજ ઓનલાઈન મળી આવ્યો છે જેમાં બે શૂટરો ગોળીબાર કરીને મોટરસાઈકલ પર સ્થળ પરથી ભાગી જતા જોઈ શકાય છે. એક ગોળી ગેલેક્ષી એપાર્ટમેન્ટ બિલ્ડિંગના પહેલા માળે વાગી હતી, જ્યાં અભિનેતા તેના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં જ સલમાનખાન ઈદના તહેવાર પર તેના ચાહકોને શુભેચ્છા આપવા માટે બહાર નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે સવારે લગભગ પાંચ વાગ્યે અભિનેતાના ઘરની બહાર પાંચ રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ફોરેન્સિક ટીમ એવા પુરાવા શોધવાનો પ્રયાસ કરી રહી છે જેમાં તેમને શૂટર્સને શોધવામાં મદદ મળી શકે. હાલ હુમલાની જવાબદારી સ્વીકારવા માટે કોઈ આગળ આવ્યું નથી પણ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર પણ શંકાની સોય સેવાઇ રહી છે. બિશ્નોઈને અભિનેતા સાથે લાંબા સમયથી વાંધો પડેલો છે અને તેણે ભૂતકાળમાં ઘણી વખત સલમાનને મારી નાખવાની ધમકી પણ આપી છે. દરમિયાન ગેલેક્સી એપાર્ટમેન્ટ્‌સની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દર રવિવારે સલમાનના ઘરની બહાર એકઠા થતા ચાહકો માટેના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ આઘાતજનક ઘટના પછી સલમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમણે મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી હતી અને અભિનેતા અને તેના પરિવારની સુરક્ષા વધારવાનું સૂચન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks