મુંબઇમાં ૩૧ ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશે : BMC

 

(એજન્સી) મુંબઇ, તા.૨૦
દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હવે ૩૧ મી ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશે. આની જાહેરાત બીએમસીએ કરી દીધી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે ૨૩મી નવેમ્બરથી સ્કૂલો ચાલુ થવાની હતી પરંતુ ગઈકાલે રાત્રે જ સરકારે તાબડતોબ નિર્ણય ફેરવતાં હવે સ્કૂલો ચાલુ કરવા માટે નવેસરથી તારીખની જાહેરાત કરવામાં આવશે. બીએમસી કમિશ્નરે આ બાબતની જાહેરાત કરી છે કે મુંબઈમાં ૩૧મી ડિસેમ્બર સુધી કોઈ સ્કૂલો ખુલશે નહીં. દેશભરમાં કોરોનાસંક્રમણથી સૌથી પહેલા સ્કૂલો બંધ કરાઈ હતી જે પછી દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું હતું. લાંબા સમયથી સ્કૂલ કોલેજો બંધ છે. લોકડાઉન સમયથી સ્કૂલો બંધ હતી જેને ચાલુ કરવા માટે કેન્દ્ર સરકારે એસઓપી પણ બહાર પાડી દીધી છે. પરંતુ કોરોનાના વધતા કેસો વચ્ચે જે તે રાજ્ય સરકારો આ બાબતનો નિર્ણય લેતા હોય છે. નોંધનીય છે કે, મુંબઈમાં ૨૩ નવેમ્બરથી ધોરણ-૯થી ધોરણ-૧૨ માટે સ્કૂલો ખોલવાની તૈયારી કરવામાં આવી રહી હતી. શિક્ષણ વિભાગે તેને લઈને ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી હતી. આ ગાઇડલાઇન્સ મુજબ બાળકોની કોરોના તપાસ કરાવવી અનિવાર્ય હતી, પરંતુ આ તમામ તૈયારીઓ વચ્ચે હવે સ્કૂલોને ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks