(એજન્સી) મુંબઈ, તા.ર૩
મુંબઈના વર્સોવા બીચની સફાઈ માટે વકીલ અને પર્યાવરણવાદી અફરોજ શાહે મોટાપાયે ઝૂંબેશ હાથ ધરી હતી હવે દુઃખ સાથે બંધ કરવાની વાત કહી છે. ર૦૧પમાં મુંબઈના બીચોની સફાઈ માટે ૧ર હજાર સ્વયંસેવકો સાથે અફરોજ શાહે ઝુંબેશ હાથ ધરી હતી. તે માટે સોશિયલ મીડિયા દ્વારા ભારે પ્રચાર કર્યો હતો. પરંતુ અઠવાડિયાના અંતે તેમણે બંધ કરવાની જાહેરાત કરી ૧૦૯ અઠવાડીયાની ઝૂંબેશ પૂરી થઈ હતી. સ્વયંસેવકોને ગુંડાઓ ગાળો બોલે છે. તંત્ર એકઠા થયેલા કચરાને ઉઠાવતું નથી. તેથી હું આ ઝૂંબેશ બંધ કરૂં છું. દેશવાસીઓ મને માફ કરજો. અમે દેશભક્ત છીએ. બીચ સફાઈ માટે અમે અમારૂં લોહીનું પાણી કર્યું છે.
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેેએ કહ્યું કે તેઓ શાહને આજે મળ્યા હતા અને બીચ સફાઈના કામને પડતુ ન મૂકવા વિનંતી કરી હતી. કાનૂન-વ્યવસ્થા માટે પોલીસને જણાવાશે. શિવસેના અને યુવાસેના દ્વારા સફાઈ અભિયાન વખતે સુરક્ષા માટે બંદોબસ્ત કરાશે.