આદિલ ખાનને જાહેરમાં અપમાનિત કરવા અને શારીરિક હુમલો કરવાના આરોપોને પગલે વાયરલ થયેલા વીડિયોએ ચિંતા જગાવી છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૭
મુંબઈના ગોવંડી વિસ્તારમાં આદિલ ખાન નામના મુસ્લિમ યુવકને બજરંગ દળના સભ્યોએ કથિત રીતે અડધા કપડાં ઉતારવા મજબૂર કર્યો અને માફી મંગાવી. તેના પર સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં કેટલાક પુરૂષો ખાનનો સામનો કરતા જોવા મળે છે; યુવક અડધા કપડાંમાં દેખાય છે અને તેની પાસે માફી મંગાવવામાં આવી રહી છે. આ ફૂટેજે જાહેરમાં અપમાન અને શારીરિક હુમલાના આરોપો અંગે ચિંતા ઊભી કરી છે.વીડિયો સાથેની માહિતી મુજબ, બજરંગ દળના સભ્યોએ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટથી નારાજ થઈને તેનો સામનો કર્યો હતો. તેના પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો.આ કથિત ઘટનાની ચોક્કસ તારીખ અને ઘટનાક્રમની સ્વતંત્ર રીતે પુષ્ટિ ‘ક્લેરિયન ઈન્ડિયા’ દ્વારા થઈ શકી નથી.આ આરોપોએ સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં ‘સ્વયંભૂ ન્યાય’ (દૃૈખ્તૈઙ્મટ્ઠહીં ટ્ઠષ્ઠર્ૈંહ) લેવાની પદ્ધતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. જો કોઈ પોસ્ટ ગુનો ગણાતી હોય, તો યોગ્ય માર્ગ એ છે કે સત્તાવાળાઓને તેની જાણ કરવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરવામાં આવે; આરોપીને અપમાનિત કરવા કે કાયદાકીય પ્રક્રિયા બહારની સજા આપવી યોગ્ય નથી.ઓનલાઇન કથિત વાંધાજનક સામગ્રીને લગતા વિવાદોમાં જાહેરમાં ડરાવવા-ધમકાવવાની અને ‘સ્વયંભૂ ન્યાય’ની પદ્ધતિઓના વધતા ઉપયોગ અંગે આ ઘટનાએ ચિંતા જગાવી છે.સોશિયલ મીડિયા પર પણ તેની ટીકા થઈ રહી છે અને વપરાશકર્તાઓ દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વપરાશકર્તાઓએ દલીલ કરી હતી કે વાંધાજનક કે ગેરકાયદેસર ટિપ્પણીઓનો સામનો કાયદા હેઠળ થઈ શકે છે, પરંતુ સજા આપવી એ આખરે સક્ષમ સત્તાવાળાઓ અને અદાલતોનું કામ છે.’X’ (ટિ્વટર) પર એક વપરાશકર્તાએ લખ્યું, “જો કોઈ ગુનેગાર હોય, તો શું સજા કાયદો આપશે કે બજરંગ દળ ?”અન્ય એક વપરાશકર્તાએ મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું, “આ શું છે ? જો આવી ગુંડાગર્દી અને ‘સ્વયંભૂ ન્યાય’ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવા તત્વો મહારાષ્ટ્રમાં હિન્દુ-મુસ્લિમ એકતાને વધુ ડહોળશે.”આ કથિત ઘટનાના સંદર્ભમાં પોલીસ ફરિયાદ, ધરપકડ કે કાયદાકીય કાર્યવાહી અંગેની વધુ વિગતો તાત્કાલિક ઉપલબ્ધ નહોતી.