(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
આપ ધારાસભ્યો પર હુમલાનો આક્ષેપ કરનાર મુખ્ય સચિવના તબીબી પરિક્ષણના રિપોર્ટમાં પણ તેમના ચહેરા અને માથા પર જખમના નિશાન હોવાની પુષ્ટિ થઈ છે. કાન પાછળ સોજાના પણ નિશાન જોવા મળ્યાં હતા. પરંતુ ૧૧.૩૦ પછી કેજરીવાલના ઘેરથી નીકળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયાં છે. ાોલીસ ફરિયાદમાં મુખ્ય સચિવે એવો આક્ષેપ કર્યો હતો કે અડધી રાતે મને બેઠકમાં બોલાવવામાં આવ્યો જ્યા મારી સાથે મારઝૂડ કરવામાં આવી. સેન્ટ્રલ આઈએએસ સંગઠને હુમલાને બંધારણ પરના હુમલા સમાન ગણાવ્યો અને ગત સાંજે કેજરીવાલના ઘરની બહાર કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. મુખ્ય સચિવના આક્ષેપ બાદ દિલ્હીની શાસક પાર્ટી અને સરકારી અધિકારીઓ વચ્ચે ટકરાવ પેદા થયો. અધિકારીઓએ માંગણી કરી છે કે જ્યાં સુધી કેજરીવાલ રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ કામકાજથી દૂર રહેશે. હાઈકોર્ટે પણ આ કેસમાં દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કરી દીધો છે. આપ ધારાસભ્યો પર હુમલાના આક્ષેપ બાદ પોલીસે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોની ધરપકડ કરી છે. કોર્ટે બન્ને ધારાસભ્યોની એક દિવસની ન્યાયિક હિરાસતમા મોકલી આપ્યાં હતા.
‘શું તેઓ દીવારના અમિતાભ બચ્ચન છે’?
આપ નેતાએ દિલ્હી મુખ્ય સચિવને મહેણું માર્યું
દિલ્હીના ટોચના અધિકારી મુખ્ય સચિવ અંશુ પ્રકાશ હુમલા કેસમાં ફાટી નીકળેલા રાજકીય વિવાદમાં આમ આદમી પાર્ટીના સીનિયર નેતા આશુતોષે મુખ્ય સચિવને મહેણું મારતાં એવું કહ્યું કે શું તેઓ દીવારના અમિતાબ બચ્ચન છે’? તેમમે કહ્યું કે શું મુખ્ય સચિવ અમિતાબ બચ્ચન છે. દીવારના પીટર છે કે જેમણે બંધ બારણાની અંદર ૧૨ લોકોની સામે લડાઈ કરી અને પછી હીરોની જેમ ચાલી નીકળ્યાં. આમ આદમી પાર્ટીએ મુખ્ય સચિવ પર જુઠાણાનો આક્ષેપ કર્યો છે. દિલ્હી મુખ્ય સચિવના આપ ધારાસભ્યો પર હુમલાના આક્ષેપ બાદ પોલીસે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોની ધરપકડ કરી છે. કોર્ટે બન્ને ધારાસભ્યોની એક દિવસની ન્યાયિક હિરાસતમા મોકલી આપ્યાં હતા.આમ આદમી પાર્ટીએ અંશુ પ્રકાશનો આક્ષેપનો જોરદાર રદિયો આપ્યો છે.