મુરાદાબાદમાં દલિત શોષણ મુકિત મંચનારાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ભાજપને દલિતની દુશ્મન બતાવી

(એજન્સી) તા.૯
દલિતોને શોષણથી મુકિત અપાવવા અને તેમને તેમનો અધિકાર અપાવવા માટે દલિત શોષણ મુકિત મંચ અને અખિલ ભારતીય ખેત મજુર યુનિયન ઉત્તરપ્રદેશ તરફથી વિશાલ દલિત અધિકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજયસભા સભ્ય, પૂર્વ સાંસદ તેમજ દલિત શોષણ મુકિત મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુભાષીની અલી સહેગલે સ્ટેજ પરથી રામપુર જિલ્લામાં પોલીસ ફાયરીંગથી વિદ્યાર્થીના મૃત્યુ પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું તેમણે ભાજપ સરકારમાં કાયદો વ્યવસ્થા મજબૂત હોવાના નિવેદનની નકારી કાઢયું અને ભાજપને દલિતોની દુશ્મન બતાવી. તેમણે જણાવ્યું કે પોલીસની ગોળીથી દલિત વિદ્યાર્થીના મૃત્યુના મામલામાં ન્યાયિક કાર્યવાહી અને તેના પરિવારને વળતરની માંગ અંગે પ્રમંડલીય કમિશનને જ્ઞાપન સોંપ્યું રવિવારે દિલ્હી રોડ સ્થિત વ્હાઈટ હાઉસમાં વિશાલ દલિત અધિકારી સંમેલનના મંચથી દલિત શોષણ મુકિત મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુભાષીની અલી સહેગલે જણાવ્યું કે દલિત વિરોધીને હરાવવા માટે જે પણ મેદાનમાં હશે દલિત તેને મત આપશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks