જરૂરિયાત – ડો. જાવિદ જમીલ

હવે માત્ર પોતાની સ્થિતિનો બચાવ કરવાના અભિગમની જરૂર નથી. મુસ્લિમોએ પણ જવાબમાં હુમલા અને વૈચારિક આક્રમણ કરવાની જરૂર છે અને આવા વિરોધથી જ હવે આજના યુગમાં મુસ્લિમો આંતરરાષ્ટ્રીય વિચારધારાને પડકાર આપી શકે તેમ છે. સામાજિક ચળવળ શરૂ કરવાનો સમય હવે આવી ગયો છે. મુસ્લિમોને અને ખાસ કરીને મુસ્લિમ વિદ્વાનોને એ જાણ હોવી જ જોઈએ કે ઇસ્લામની સામે પડકાર એ કોઈ અન્ય ધર્મ તરફથી નહીં પરંતુ વિશ્વના અર્થશાસ્ત્ર અને રાજકારણના જૂથો તરફથી આપવામાં આવે છે. તેથી જ મુસ્લિમોએ વિશ્વમાં વ્યાપક શાંતિની સ્થાપના કરવા માટેની લડાઈમાં અન્ય ધર્મોને સાથે લઈને ચાલવાનો શક્ય પ્રયત્ન કરવો જોઈએ.
વિશ્વમાં નકારાત્મક પ્રચાર કરતાં પરિબળો ઇસ્લામ અને મુસ્લિમો સામે અનેક આક્રમણ કરી રહ્યા છે, જ્યારે નિષ્કપટ મુસ્લિમો વિશ્વના અને રાષ્ટ્રીય દળોની આ વ્યૂહરચના સમજી શકતા નથી. તેઓ પોતાના સ્વબચાવમાં ફક્ત તેમના પ્રશ્નોના જવાબ આપે છે. હકીકતમાં આવા દળો સામે અસંખ્ય પ્રશ્નો કરી શકાય છે. પરંતુ આજે આપણાં મુસ્લિમ બૌદ્ધિકો આ લડાઈમાં બિલકુલ નિષ્ફળ થઈ રહ્યા છે. કદાચ એ વાત સાચી છે કે આપણી પાસે મુસ્લિમ મીડિયા કે તટસ્થ મીડિયાનો અભાવ છે. અને આજના યુગમાં મીડિયા વગર કામ કરવું એ સરળ નથી, તેમ છતાં, આપણે બનતા પ્રયત્નો તો કરવા જ જોઈએ પણ આજના મુસ્લિમો વિજ્ઞાન અને આ વ્યૂહરચનાની માહિતી ધરાવતા નથી.
મેં મારા તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક “મુસ્લિમ વિઝન ઓફ સેક્યુલર ઈન્ડિયાઃ ડેસ્ટિનેશન એન્ડ રોડમેપ”માં, મેં “સશક્તિકરણ” માટે ચાર જરૂરી પરિમાણો દર્શાવ્યા છે. જેમાં મુખ્ય પરિબળ તરીકે “સૈદ્ધાંતિક સશક્તિકરણ”ને ગણાવ્યું છે, અન્ય ત્રણ પરિબળો, સામાજિક, આર્થિક અને રાજકીય એ ત્રણ પરિમાણોથી તેને વધારે અગત્યતા આપી છે. આ વાતની અગત્યતા માત્ર ભારતીય મુસ્લિમો માટે જ નહીં પણ વિશ્વના બાકીના મુસ્લિમો માટે પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ‘સૈદ્ધાંતિક સશક્તિકરણ’ને વિશ્વાસ, યોગ્ય આયોજન અને સફળતા માટે મહત્ત્વનું પરિબળ ગણી શકાય. આ પરિબળમાં યોગ્ય જ્ઞાન, ઇસ્લામની સમજ, જીવન, વ્યક્તિગત, કુટુંબ, સામાજિક અને વિશ્વના શાસનની મુખ્ય વિચારધારાઓ અને તેમની અસર, વૈશ્વિક તેમજ રાષ્ટ્રીય નીતિઓ અને ક્ષમતાની ઊંડાણપૂર્વકની યોગ્ય સમજનો તમામ ક્ષેત્રોમાં ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. તેના થકી આપણે ઇસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ સ્થાપિત હિતો દ્વારા કરવામાં આવતા દુષ્પ્રચાર સામે લડી શકાય છે.
ઇસ્લામિક કે મુસ્લિમ વિદ્વાનોનો અભિગમ આક્રમક હોવો જરૂરી છે. તેઓ ઘણી વખત સાંપ્રદાયિક પૂર્વગ્રહનું પ્રદર્શન કરતા નથી. તેઓ પોતાની ખામીઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેઓ તેમની આસ્થાનું રક્ષણ કરવામાં તેમની ઊર્જા વેડફે છે. આજના યુગમાં-સમયમાં ખોટા પ્રચાર અને ખોટા સિદ્ધાંત સામે વિરોધીઓ સામે લડી શકતા નથી. વિશ્વના આર્થિક સિદ્ધાંતો આવા ખોટા સિદ્ધાંતના વૈચારિક યુદ્ધને ટેકો આપે છે. જ્યારે મુસ્લિમો પોતાના ઇસ્લામના ક્ષેત્રમાં રહીને જ મુકાબલો કરી રહ્યા છે. ઇસ્લામિક વિદ્વાનોએ એ યાદ રાખવું જોઈએ કે યુદ્ધમાં વિજય મેળવવા માટે દુશ્મનોના ક્ષેત્રમાં જઈને મુકાબલો કરવો પડે છે.
મુસ્લિમોએ વિશ્વને, ખાસ કરીને પશ્ચિમી વિશ્વ સામે અમુક પ્રશ્નો ઊભા કરવા જોઈએઃ
- પશ્ચિમના દેશોમાં વિશાળ કાયદા તંત્ર અને સારી આર્થિક સ્થિતિ હોવા છતાં વિશ્વમાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં અપરાધ દર શા માટે વધી રહ્યો છે ? તેના પર કેમ ધ્યાન આપવામાં આવતું નથી ? વધી રહેલા ગુનાઓ કાયદાની બિનકાર્યક્ષમતા અને ખરાબ સામાજિક પરિસ્થિતિઓનો નિર્દેશ કરે છે ?
- માત્ર અમુક પ્રકારની જ હિંસા પર કેમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને એવી હિંસાઓ જેની અસર વધુ ખતરનાક છે તેના પર શા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી ?
- માત્ર ઓનર કિલિંગ જેવી હિંસા પર જ કેમ ધ્યાન આપવામાં આવે છે અને ઘરેલુ હિંસા પર ધ્યાન કેન્દ્રિત શા માટે કરવામાં આવતું નથી ?
- સ્ત્રીઓની વાત આવે છે તો માત્ર બહુપત્નીત્વના પર જ ચર્ચા કરવામાં આવે છે. ગેરકાનૂની જાતીય સંબંધો પર શા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી ? ૧૦૦ મિલિયન કરતાં વધુ સ્ત્રીઓ જેમાં ફ્સાયેલી છે તે વેશ્યાગીરીને કેમ જડમૂળથી ઉખેડી નાખવામાં આવતી નથી ?
- વ્યાપારીકરણ કે વૈશ્વિકીકરણના નામે કરવામાં આવતા હુમલાઓમાં લાખો લોકોને મારી નાખવા માટે શા માટે મંજૂરી આપવામાં આવે છે ?
- માનવ અધિકાર વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. પણ લાખો કે ગર્ભપાતને કેમ અટકાવવામાં આવતા નથી ?
- લાખો આત્મહત્યા કરતાં લોકોના જીવન બચાવવા માટે શા માટે ધ્યાન આકર્ષિત કરવામાં આવતું નથી ?
- નબળા દેશો પર વિશ્વના શક્તિશાળી દેશો એક યા બીજા કારણે આક્રમણ કરે છે અને લાખો નાગરિકોના મૃત્યુ માટે જવાબદાર આવા દેશોને કેમ સજા આપવામાં આવતી નથી ?
- પશ્ચિમના દેશોની આતંકવાદની ઉત્પત્તિ માટે જવાબદાર ભૂમિકા પર ચર્ચા કરવામાં આવતી નથી પણ ઇસ્લામ અને મુસ્લિમોની જ ચર્ચા શા માટે કરવામાં આવે છે ? પશ્ચિમના દેશો દ્વારા ગેરકાયદેસર રીતે મુસ્લિમ વિશ્વ સામે સાજીશો કરવામાં આવે છે. આ ગેરકાયદેસર હુમલાઓનો અંત કરી શકાય છે. આ મુજબ ભારતમાં હિન્દુત્વ આતંકવાદને અવગણવામાં આવે છે અને શા માટે માત્ર મુસ્લિમ આતંકવાદ વિશે સતત ચર્ચા કરવામાં આવે છે ?
- માત્ર ઇસ્લામ અને તેના લશ્કરી સિદ્ધાંતો અને જેહાદ વિષે જ શા માટે ચર્ચા કરવામાં આવે છે ? ખ્રિસ્તી અને હિંદુ સહિત અન્ય ધર્મોના લશ્કરી સિદ્ધાંતો પર ચર્ચા શા માટે કરવામાં આવતી નથી ? જે ઇસ્લામ કરતાં પણ વધારે લશ્કરીકરણની હિમાયત કરે છે.
- લોકશાહીના સિદ્ધાંતો મહત્ત્વપૂર્ણ હોય તો શા માટે એવા ઠરાવ કે જેને અનેક રાષ્ટ્રોનો જબરજસ્ત આધાર પ્રાપ્ત હોય તેને વિશ્વની માત્ર ૫ મોટી સત્તાઓ વિટો અધિકાર વાપરીને રદ કરે છે ? લોકશાહીના સિદ્ધાંતો સંયુક્ત રાષ્ટ્રને લાગુ પડતાં નથી ? દરેક હુમલાઓ માટે શા માટે મુસ્લિમોને જ સહન કરવું પડે છે ? વિશ્વમાં આતંકવાદી હુમલા થાય છે (જેમાં ભારત પણ સામેલ છે), તો તેના માટે મુસ્લિમોને જ શા માટે દોષિત ગણવામાં છે ? ટીવી અને મીડિયામાં એવું દર્શાવવામાં આવે છે કે ઇસ્લામ અને મુસ્લિમો જ હિંસાને પ્રોત્સાહન આપે છે. મુસ્લિમ ઉલેમા એ ભૂલી ગયા છે કે ઇસ્લામ એ શાંતિનો ધર્મ છે. વિશ્વમાં મુસ્લિમો કરતાં અનેક સમુદાયો વધુ હિંસા કરે છે અને આ હિંસાઓને કારણે લાખો નિર્દોષ મુસ્લિમોની મુસ્લિમ દેશોમાં પશ્ચિમી દળો દ્વારા હત્યાઓ કરવામાં આવી છે તેની ચર્ચા શા માટે કરવામાં આવતી નથી ? “આતંકવાદી” પ્રવૃત્તિઓનો વધુ ભોગ પણ હંમેશા “મુસ્લિમો” જ બને છે તેમ છતાં પણ આ હિંસા માટે મુસ્લિમોને જ જવાબદ્દાર ગણવામાં આવે છે.
વિશ્વ અથવા દેશના મુખ્ય સામાજિક મુદ્દાઓને મીડિયા અવગણે છે પણ ખૂબ નાના મુદ્દાઓ માટે મુસ્લિમો પર હુમલા કરે છે. પણ હવે સમય છે કે મુસ્લિમોએ પણ અનેક મુદ્દાઓ પર વિશ્વને અને ભારત જેવા દેશને પ્રશ્નો પૂછવાની જરૂર છે :
જે લોકો હંમેશા મુસ્લિમ વિરુદ્ધ અભિપ્રાય આપતા રહે છે તેઓને પૂછવું જોઈએ કે તેઓ માત્ર બહુપત્નીત્વ અને ત્રણ તલાક જેવા જ મુદ્દાઓ શા માટે ઉઠાવે છે ? આવા મુદ્દાઓનું કોઈ આંકડાકીય મહત્ત્વ નથી. વેશ્યાગીરી અને ગેરકાયદે જાતીય સંબધો જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવતી નથી. મુસ્લિમ મહિલાઓની “દુર્દશા” પર સતત ચર્ચા કરવામાં આવે છે, જ્યારે અન્ય સમુદાયની હજારો સ્ત્રીઓના જીવનનો નાશ કરતાં મુદ્દાઓ પર ભાગ્યે જ ચર્ચા કરવામાં આવે છે.
વિશ્વમાં પણ દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ લાખો છે અને ભારતમાં પણ આશરે દસ લાખ સ્ત્રીઓને વેશ્યાગીરીમાં ધકેલી દેવામાં આવી છે. તેઓ એઈડ્સ જેવા રોગો ફેલાવે છે અને સારા કુટુંબનો વિનાશ કરે છે. માત્ર કામુક પુરૂષોની જાતીય વૃત્તિ સંતોષવા માટે દેહવ્યાપારનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે. સ્ત્રીઓ સામે આ એક ભયંકર છે.
માત્ર બહુપત્નીત્વ સામે પ્રશ્ન ઊભા કરવામાં આવે છે, પણ વ્યભિચારનો મુદ્દો ક્યારેય ઊભો કરવામાં આવતો નથી. બહુપત્નીત્વ એ મર્યાદિત છે, પણ વ્યભિચાર સમાજ અને કુટુંબની શાંતિ સામે ખતરો છે. ઓનર કિલિંગના માત્ર અમુક કિસ્સાઓ જ બને છે જ્યારે પતિ અને તેમના ઘરના સભ્યો દ્વારા હજારો પત્નીઓની હત્યાઓ માટે કોઈ વાત કરવામાં આવતી નથી.
ઓનર કિલિંગ માનવ અધિકારનો મુદ્દો છે, તો માનવ અધિકાર કાર્યકરોને ગર્ભપાત કોઈ મુદ્દો દેખાતો નથી ? દર વર્ષે ૫૦ મિલિયનથી વધુ ગર્ભપાત કરવામાં આવે છે પણ ત્યારે આ નારીવાદીઓ ચૂપ રહે છે.
આધુનિક વિશ્વમાં સ્ત્રીઓ સામે સુરક્ષા જોખમો ઊભા થઈ રહ્યા છે તેવા જોખમો ઈતિહાસમાં ક્યારેય ઊભા થયા નથી. ગેરકાનૂની જાતીય સંબંધો, બળાત્કાર, વેશ્યાગીરી અશ્લીલતા, અને ગર્ભપાતના નામે સ્ત્રીનું શોષણ કરવામાં આવે છે. અહેવાલ મુજબ દર વર્ષે ૨૫૦૦૦૦ કરતાં વધુ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે, પણ આ મુદ્દે ભાગ્યે જ કોઈ ચર્ચા કરવામાં આવે છે અને જ્યારે આવી ચર્ચાઓ થાય છે, તો વાસ્તવિક પરિબળો અને ઉકેલોને ખાસ કરીને છૂપાવવામાં આવે છે. નગ્ન ચિત્રો, કપડાં પહેરવાની ફેશન, એકાંત અથવા ઉત્તેજક મેળાવડામાં પુરૂષો અને સ્ત્રીઓનું મિશ્રણ જાતીય ઉશ્કેરણી કરવામાં મદદ કરે છે.
મીડિયા પણ રાજકીય સંજોગો દ્વારા ફરજ પાડવામાં આવે ત્યારે જ દારૂ અને જુગાર જેવી બદીઓની ચર્ચા કરે છે અને આર્થિક અસમાનતાને સતત વધારતી કોર્પોરેટ કંપનીઓની ભૂમિકાની ક્યારેય ચર્ચા મીડિયા દ્વારા કરવામાં આવતી નથી અને જે “સુધારા” માટે ચર્ચાઓ કરવામાં આવે છે એ પણ હંમેશા આર્થિક બજારના દળોને મદદ કરે તેવી ચર્ચાઓ કરવામાં આવે છે. મોટાભાગની સમસ્યાઓ પશ્ચિમ સમાજ દ્વારા અને વિશ્વની રાજકીય વિચારધારાઓ દ્વારા “સ્વતંત્રતા”ના નામે દર્શાવવામાં આવે છે. આજના આધુનિક ઇતિહાસ દ્વારા જે પદ્ધતિઓ અપનાવવામાં આવી છે તેનું આ પરિણામ છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ જે રાજકીય અને આર્થિક મંચ પર કટ્ટરવાદ ઊભો કરે છે :
૧. સંયુક્ત રાષ્ટ્રમાં તમામ દેશો સમાન દરજ્જો ધરાવે છે. પણ તેમાં વિશ્વની માત્ર પાંચ મોટી સત્તાઓ જ વીટો પાવર ધરાવે છે અને તેઓની મંજૂરી વગર દુનિયામાં કંઈ થઇ શકતું નથી.
૨. વિશ્વના આ પાંચ દેશો અને થોડા અન્ય મિત્ર દેશો જ અણુ શસ્રો રાખી શકે છે, વિશ્વના બીજા દેશો અણુ અપ્રસાર સંધિથી બંધાયેલા છે. કોઈપણ રાષ્ટ્ર પરમાણુ ટેકનોલોજી વિકસાવવાનો પ્રયત્ન કરે છે, તો તેમની સામે આ પશ્ચિમી દેશોના આકરા પ્રતિબંધો અને યુદ્ધની ધમકીઓનો સામનો કરવો પડે છે.
૩. મહાસત્તાઓ એક અથવા બીજા બહાને અન્ય નાના દેશો પર આક્રમણ કરી શકે છે અને તેઓને આ કૃત્યો માટે કોઈ જવાબદાર ગણીને સજા કરી શકતું નથી.
૪. પશ્ચિમી સિદ્ધાંતો વિશ્વના માનવીઓના જીવન અને આરોગ્યની સમસ્યાઓના ભોગે વ્યાપારીકરણને પરવાનગી આપે છે અથવા પ્રોત્સાહન આપે છે.
૫. “ચોઇસ ઓફ ફ્રીડમ’’ના નામે આ લોકો પોતાને અનુકૂળ હોય એવી “સ્વતંત્રતા”ની આર્થિક નીતિ તૈયાર કરે છે અને જો કોઈપણ એવી સિસ્ટમ કે જે તેમના માટે અનુકૂળ નથી તેના પર તેઓ પ્રતિબંધ મૂકે છે, આ કારણે જ સમાજમાં વ્યભિચાર માટે પરવાનગી આપવામાં આવે છે (પુરુષો અને સ્ત્રીઓ એક કરતાં વધારે ભાગીદારો સાથે જાતીય આનંદ મેળવી શકે છે), જ્યારે બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેના માટે કાયદાઓ બનાવવાની વાતો કરવામાં આવે છે. દરેક દેશના કાયદામાં લગ્ન માટે અમુક વય નક્કી કરવામાં આવી છે અને આ કાયદાનું ઉલ્લંઘન કરનારને સજાની જોગવાઈ પણ છે, પરંતુ યુવાનો અને યુવતીઓને એકબીજા સાથે જાતીય સંબંધો બાંધવા માટે રોકવામાં આવતા નથી. આ સંબંધો અનેક રોગો, ગર્ભહત્યા અને રોગિષ્ઠ મનોવૃત્તિને ઉતેજન આપતા હોવા છતાં આવા જાતીય સંબંધો પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી. ગર્ભપાતની પરવાનગી આપવામાં આવે છે તો અમુક દેશોમાં વધુ બાળકો પેદા કરવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે.
૬. જે લોકો ધાર્મિક નૈતિકતાની વિરૂદ્ધ વાત કરે છે ત્યારે તેઓ “અભિવ્યક્તિની સ્વતંત્રતા”નું બહાનું કરે છે, પરંતુ જ્યારે કોઈ તેમના જોખમકારક કાર્યોની વિરુદ્ધ વાત કરે છે તો એવા લોકોને તેઓ સ્વતંત્રતાના દુશ્મન ગણીને તેઓનો વિરોધ કરે છે.
૭. જ્યારે બળાત્કારીઓને કે હત્યારાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે તો માનવ અધિકાર કાર્યકરો “અમૂલ્ય જીવન”ની દલીલ કરીને મૃત્યુદંડની સજા સમાપ્ત કરવા માટે ભલામણ કરે છે, પરંતુ જ્યારે ગર્ભપાતની વાત આવે છે તો આ અધિકાર વિશે વાત કરવામાં આવતી નથી. ગર્ભસ્થ શિશુની હત્યા એ હત્યા નથી ? આજના વિશ્વમાં “માનવ અધિકાર”ને ફાંસીના ગુનેગારોને બચાવવા માટે કે સમલૈંગિકતાનું રક્ષણ કરવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે.
૮. “મહિલા અધિકાર”ની માત્ર વાતો કરતાં લોકો એ ભૂલી જાય છે કે સ્ત્રીને જાતીય સેવા આપવા માટે મજબૂર કરવી એ માનવજાતના ચહેરા પર સૌથી મોટું કલંક છે અને “મહિલા સમાનતા”ની વાતો કરતાં લોકો (પુરૂષો) આ બહાને સ્ત્રીઓ પર ઘણો બોજ વધારે છે. સ્ત્રીઓ પુરૂષોની કામુકતાનો ભોગ બનતી રહે છે. તેઓએ ગર્ભાવસ્થા માટે સાવચેતી રાખવી પડે છે અને જો તે ગેરકાયદે સંબંધથી ગર્ભવતી બની જાય છે તો ગર્ભપાત કરાવીને બાળકોની હત્યા કરવી પડે છે અને જો તેઓ તેઓ આ બાળકોને જન્મ આપે છે તો પછી મોટાભાગના કિસ્સાઓમાં માત્ર સ્ત્રીઓએ જ આ બાળકોનો બોજ ઉઠાવવો પડે છે.
મુસ્લિમોએ આતંકવાદ અથવા ભારતમાં રમખાણોના મુદ્દે તેમની ચર્ચાઓમાં તેઓનો દોષ સ્વીકારવાની ભાવના અથવા માત્ર રક્ષણાત્મક બનવાની જરૂર નથી. પણ તેઓએ સત્ય પ્રત્યે આક્રમક બનવાની જરૂર છે. મુસ્લિમોએ આતંકવાદની અસરોનું વિશ્લેષણ કરીને આતંકવાદની ઉત્પત્તિ માટેના કારણો અને વિગતોની ચર્ચા પણ કરવી જોઈએ. કારણ કે આતંકવાદના ઉત્પત્તિની શોધ કર્યા વિના તેનો ઉકેલ શોધવો શકય નથી. મુસ્લિમોએ પોતાનું વલણ સ્પષ્ટ રીતે જાહેર કરવું જોઈએ કે તેઓ દરેક પ્રકારની હિંસાની ટીકા કરે છે અને મુસ્લિમો આ હિંસાનો ઉકેલ લાવવા માટે આ હિંસાના ગુનેગારો અને હિંસાના મૂળને શોધીને તેને પણ સજા આપવાની તરફેણ કરે છે.
સમગ્ર વિશ્વની મુસ્લિમ એનજીઓ અને મુસ્લિમ સંગઠનોએ એક સાથે મળીને સંસ્થાની રચના કરવી જોઈએ. અને તેના દ્વારા હિંસા, દૂષણો, અને આર્થિક અસમાનતા સામે એક વૈશ્વિક અભિયાન ચલાવવું જોઈએ. જેમ વિશ્વમાં અનેક દિવસો ઉજવવામાં આવે છે તેમ મુસ્લિમોએ પણ વેશ્યા વિરોધી દિવસ, દારૂ વિરોધી દિવસ, જુગાર વિરોધી દિવસ, અપરાધ વિરોધી દિવસ, બળાત્કાર વિરોધી દિવસ, અસમાનતા વિરોધી દિવસ, નૈતિક મૂલ્યોનો દિવસ વગેરે જેવા વાર્ષિક દિવસની ઉજવણી કરવી જોઈએ અને એ દરમિયાન વિશ્વમાં દરેક સ્થળે કાયદાનું પાલન કરતાં પરિસંવાદો, કાર્યશાળાઓ અને વિરોધનું આયોજન કરવું જોઈએ.
હવે માત્ર પોતાની સ્થિતિનો બચાવ કરવાના અભિગમની જરૂર નથી. મુસ્લિમોએ પણ જવાબમાં હુમલા અને વૈચારિક આક્રમણ કરવાની જરૂર છે અને આવા વિરોધથી જ હવે આજના યુગમાં મુસ્લિમો આંતરરાષ્ટ્રીય વિચારધારાને પડકાર આપી શકે તેમ છે. સામાજિક ચળવળ શરૂ કરવાનો સમય હવે આવી ગયો છે. મુસ્લિમોને અને ખાસ કરીને મુસ્લિમ વિદ્વાનોને એ જાણ હોવી જ જોઈએ કે ઇસ્લામની સામે પડકાર એ કોઈ અન્ય ધર્મ તરફથી નહીં પરંતુ વિશ્વના અર્થશાસ્ત્ર અને રાજકારણના જૂથો તરફથી આપવામાં આવે છે. તેથી જ મુસ્લિમોએ વિશ્વમાં વ્યાપક શાંતિની સ્થાપના કરવા માટેની લડાઈમાં અન્ય ધર્મોને સાથે લઈને ચાલવાનો શક્ય પ્રયત્ન કરવો જોઈએ.
(લેખક ભારતીય વિચારક છે : “મુસ્લિમ વિઝન ઓફ સેક્યુલર ઈન્ડિયાઃ ડેસ્ટિનેશન એન્ડ રોડમેપ” એ તેમનું હાલનું પુસ્તક છે. આ ઉપરાંત તેઓએ એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યા છે. ર્ઙ્ઘષ્ઠર્ંર્કિિે૧૨૩જ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ પર તેમનો સંપર્ક કરી શકાય છે.) (સૌ. : મુસ્લિમ મિરર)