દલિતોએ બ્રાહ્મણ નહીં પરંતુ બ્રાહ્મણવાદ સામે, હિંદુઓ નહીં પરંતુ હિંદુવાદ સામે લડત આપવાની છે
એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી કે માત્ર દલિતો અને આદિવાસીઓએ જ નહીં પરંતુ ભારતીયોને પણ બી આર આંબેડકર માટે ગર્વ લેવાના અનેક કારણો છે. આંબેડકર અગ્રદ્રષ્ટા હતા કે જેમણે આધુનિક ભારતનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દલિતને તેમના માટે વિશેષ ગર્વ લેવા માટેનું કારણ એ છે કે આંબેડકર પણ તેમના જ સમુદાયના હતા.
સ્વતંત્ર ભારતમાં લોકોને જે કંઇ પણ મળ્યું છે તેનો યશ તેઓ ડો. આંબેડકરને આપે છે. તેમના માટે જૂની હિંદુ વિચારસરણીમાં ભગવાનથી તેમનું સ્થાન સહેજપણ ઓછું નથી. એ વાત અલગ છે કે હવે એવા દલિતોની સંખ્યા વધી ગઇ છે જેઓ પોતાને ભારતીય માનતા નથી. મેં બંધારણ દ્વારા દલિતોને હિંદુ ગણવાની જોગવાઇ વિરૂદ્ધ ઘણા દલિત બુદ્ધિજીવીઓને દલીલ કરતા સાંભળ્યા હતા.
પરંતુ હવે એ સમય પાકી ગયો છે કે જ્યારે દલિતોએ આંબેડકરથી આગળ વધીને વિચારવું પડશે. આ મહાન માણસે પોતાના સમયમાં પ્રવર્તમાન સામાજીક સ્થિતિની પોતાની સમજ અનુસાર ઘણું કર્યુ છે. ત્યાર બાદ અડધી સદી કરતા વધુ સમય વિતી ગયો છે અને ગંગામાં ઘણા પાણી વહી ગયા છે.
ભાગલાની પૃષ્ઠભૂમિમાં આંબેડકરને જણાવ્યું હતું કે ઇસ્લામ એ દલિતો માટે યોગ્ય પસંદગી નથી અને તેમણે બૌદ્ધ ધર્મની તરફેણ કરી હતી. સંભવતઃ તેમણે તત્કાલીન સમયમાં સામાજિક વાસ્તવિકતાના પોતાના ખ્યાલ પર આધારીત ઇસ્લામ વિરોધી પોતાની દલીલો રજૂ કરી હતી.
ભાગલા બાદ દેશના તેવર મુસ્લિમ વિરોધી જોવા મળ્યા હતા કે જેઓ ભાગલાને કારણે નબળા પડી ગયા હતા. ભારતને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું.પરંતુ આ બિન સાંપ્રદાયિકતાની રૂપરેખા હિંદુઓ દ્વારા જ મુખ્યત્વે નક્કી કરવામાં આવે છે. દલિતોને પોતાની સાથે રાખવા માટે અનુસાર
દલિતો ઇસ્લામ તરફ દોરી ન જાય એવું સુનિશ્ચિતપણે જોયું હતું. બંધારણ દલિતોને અનામત આપવામાં આવશે પરંતુ જો તેઓ ઇસ્લામ ધર્મ કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરશે તો તેમને આ વિશેષાધિકાર મળતો અટકી જશે અને તેથી બિનસાંપ્રદાયિકતા, હિંદુવાદ, શીખવાદ, જૈનવાદ અને બૌદ્ધવાદ ઇસ્લામ અને ખ્રિસ્તી કરતાં વધુ સમાન છે. આંબેડકરે કદાચ એવું વિચાર્યુ હતું કે જો તેઓ ઇસ્લામ ધર્મ અંગિકાર કરવાનો નિર્ણય લીધો હતો. જો દલિતોએ અત્યાર સુધી મુસ્લિમો સાથે સુદૃઢ આત્મિયતા કેળવી નથી તો તે માટેનો દોષ મુસ્લિમોએ વહન કરવો પડશે. મુસ્લિમોએ સમજવાની જરૂર છે કે ઇસ્લામ સમાનતાના પ્રતીક સમાન છે.
હું જ્યારે દલિતોને અને આદિવાસીઓને આંબેડકરથી આગળ વધીને વિચારવા કહું છું ત્યારે આ મહાન હસ્તી માટે મારા તરફથી એમનો કોઇ અનાદર નથી. મારો કહેવાનો અર્થ માત્ર એટલો છે કે દલિતોએ જો આંબેડકર આજે હયાત હોત તો વર્તમાન સ્થિતિમાં આંબેડકરનું સ્થાન ક્યાં હોત એ તેનું વિશ્લેષણ કરવાની જરૂર છે.
જો દલિત અને મુસ્લિમો આદિવાસીઓ સાથે સંગઠિત બનવાનો નિર્ણય કરશે તો તેની પાછળનો હેતુ અન્ય સમુદાયોની ઉપેક્ષા કરવાનો નથી. ધર્મ કે જ્ઞાતિની ઓળખ પર પ્રચાર અભિયાનને આધારીત કરવાના બદલે તેનો હેતુ તમામ માટે ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરવાનો છે.
દલિત અને મુસ્લિમો બંનેની નવી પેઢી દેશની કાર્યપદ્ધતિમાં મહત્વની ભૂમિકા ભજવવા વધુ આતુર છે.દલિત સમજવાની જરૂર છે કે તેમણે બ્રાહ્મણો સામે નહી પરંતુ બ્રાહ્મણવાદ સામે લડવાનું છે.
આજના ભારતનું સત્ય એ છે કે હવે વૈશ્યવાદ બ્રાહ્મણવાદ પર સવાર થઇ ગયો છે. આજકાલ વૈશ્યનું વર્ચસ્વ છે. મુસ્લિમોએ પણ એ સમજવાની જરૂર છે કે તેમણે હિંદુઓ નહી પરંતુ હિંદુત્વ સામે લડવાનું છે.
- ડો.જાવેદ જામિલ