મુસ્લિમ સંગઠનો દ્વારા “ઉરૂ અદાર લવ”ના ગીતના ડાયરેક્ટર વિરૂદ્ધ કેસ દાખલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
પ્રિયા પ્રકાશ વારિયરનો ઈન્ટરનેટ પર વાયરલ થયેલો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે વીડિયોના ગીતના શબ્દોને લઈ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. પ્રિયાના આ ગીતને મુસ્લિમ વિરોધી ગણાવી હૈદરાબાદના કેટલાક યુવાઓએ તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુસ્લિમ યુવાઓ દ્વારા નોંધાવવામાં આવેલ FIRમાં ગીતને ધર્મ વિશેષ વિરૂદ્ધ ગણાવવામાં આવ્યું છે. આ ગીતને લઈ પ્રિયાની મુશ્કેલીઓ વધી શકે છે.
હૈદરાબાદના એસીપી ફલકનુમા સઈદ ફૈયાઝે જણાવ્યું કે, એક વ્યક્તિએ ફિલ્મ ‘ઉરૂ અદાર લવ’ના નિર્દેશ ઓમર લૂલૂ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. FIRમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગીત મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનારું છે. આ મામલે સેકશન ર૯પછ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ગીત મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.) અને તેમના પત્ની ખદીજા (રદી)ના જીવન વિશે છે. એ જ કારણ છે કે આ ગીતને મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.)નું અપમાન ગણવામાં આવે છે. ગીતમાં રહેલા ‘માણિક્ય મલરાયા પુવી’નો અર્થ એ થાય છે કે ‘મોતી ફૂલની જેમ એક મહિલા’ જ્યારે બીજી લાઈન ગીતની એવી છે કે “મહાથિયામ કા ખદીજા બીવી” જેનો અર્થ એવો થાય છે. “આ રહ્યા મહારાણી ખદીજા બીવી” ગીતના વિવાદ પર ફિલ્મના ડાયરેક્ટર અને ખુદ પ્રિયાએ સ્પષ્ટતા કરવા આગળ આવવું પડ્યું હતું. ફિલ્મ નિર્દેશકે કહ્યું કે આ ગીત ઈસ્લામ વિરોધી નથી પરંતુ મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.)ની પ્રશંસા કરવામાં આવી છે.
પ્રિયા પ્રકાશનો બીજો વીડિયો પણ થયો વાયરલ

(એજન્સી) તિરૂવનંથપુરમ, તા.૧૪
પોતાની આંખો સાથે ચેનચાળા કરતી પ્રિયા પ્રકાશનો વીડિયો રાતોરાત વાયરલ થતા તેણીના પ્રશંસકોની સંખ્યા લાખોમાં પહોંચી છે. મંગળવાર રિલીઝ થયેલા તેણીનો નવો વીડિયો પણ ઝડપી લોકપ્રિય બની રહ્યો છે. બે કલાકમાં તે પ૦ લાખથી વધુ લોકો સુધી પહોંચી ગયો છે.
૧૮ વર્ષીય પ્રિયાની પ્રથમ ફિલ્મ ‘ઓરા અદાર લવ’નું આ ગીત છે. આ ફિલ્મ ૩ માર્ચ ર૦૧૮ના રોજ રિલીઝ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts