મૃતકના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવતા શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો

ભાવનગર, તા.૧ર
ભાવનગર શહેરના ચાવડી ગેઈટ વિસ્તારમાં આવેલ હઝરત પીર મહંમદશાબાપુની વાડીની બાજુમાં આવેલ નુરી મહંમદી મસ્જિદના સમારકામ દરમ્યાન ગત શુક્રવારે આકસ્મિક રીતે મસ્જિદ ધરાશાયી થતા દુઃખદ બનાવ બન્યો હતો. આ બનાવમાં મસ્જિદમાં સમારકામ કરતા બે શ્રમિકો આશીફભાઈ શેખ, ઈરફાન કુરેશીના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ લોકોને ઈજા થવા પામી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ભાવ.મ્યુ.વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, કસ્બા પ્રમુખ મહેબુબભાઈ શેખ, નગરસેવક ઈકબાલભાઈ આરબ, રહિમભાઈ કુરેશી, કાળુભાઈ બેલીમ, મુસ્તુફા ખોખર, રઝાકમિયાં કાદરી, રૂસ્તમભાઈ ચાવડા, ઈમરાન શેખ, ઈલીયાસ વાળુકડ, અશરફ શેખ સહિતના આગેવાનો ગઈકાલે રવિવારે મૃતકના નિવાસ સ્થાને જઈ પરિવારજનોને રૂબરૂમાં મળી સાંત્વનાં પાઠવેલ અને મર્હુમના હક્કમાં દુવાઓ પણ કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks