મેંદરડા સાંસણ રોડ નજીક સિંહની પજવણી કરનાર ૯ શખ્સોને ૩પ,૦૦૦નો દંડ

જૂનાગઢ,તા.૬
સિંહની પજવણી કરવાના ગુના હેઠળ વન વિભાગે ૯ શખ્સોને ઝડપી લઈ દંડની વસૂલાત કરી છે. જૂનાગઢ વનતંત્રના મેંદરડા રેન્જના સ્ટાફે સિંહને પરેશાન કરનાર હાજી, મુસ્તાક, શાહરૂક, એહમદ સહિતના શખ્સોને શોધી કાઢી રૂા.૩પ હજારનો દંડ વસૂલ્યો હતો. મેંદરડા સાસણ રોડ ઉપર સિંહે એક પશુનું મારણ કર્યું હતું અને જૂનાગઢથી કોડીનાર જઈ રહેલા લોકોએ સિંહની પજવણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે વન વિભાગે સિંહને પરેશાન કરવાનો રિઝર્વ ફોરેસ્ટમાં અનધિકૃત પ્રવેશનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks