(એજન્સી) તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજનામાં તેના જ ઇકોનોમિક અને મેક ઇન ઇન્ડિયા મોડેલને રકારે મેક ઇન ઇન્ડિયાને પોતાના એજન્ડામાં ભલે સૌથી ટોચ પર રાખ્યું હોય પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટા ભાગની જાપાની કંપનીઓ બાજી મારી રહી હોવાનું જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૭ અબજ ડોલર એટલે કે લગભગ ૧૦૮૫૩૫ કરોડ રૂપિયાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કોન્ટ્રેક્ટ મેળવવાની રેસમાં જાપાનની સ્ટીલ અને એન્જિનિયરીંગ કંપનીઓ સૌથી આગળ છે. આ હકીકતને પીએમ મોદીની મેક ઇન ઇન્ડિયા પોલિસી માટે મરણતોલ ફટકો માનવામાં આવે છે. સમગ્ર બાબત સાથે માહિતગાર પાંચ સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે સૌથી વધુ ફન્ડિંગ જાપાન તરફથી આવી રહ્યું છે અને રેલવે લાઇન માટે ઓછામાં ઓછા ૭૦ ટકા સ્ટીલનો સપ્લાય પણ જાપાની કંપનીઓ તરફથી જ કરવામાં આવશે. આ અંગે પીએમ મોદીના કાર્યાલયના પ્રવક્તાએ ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો છે. જાપાનના પરિવહન મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે બંને દેશો હાલ જરુરી ચીજવસ્તુઓના સપ્લાયને લઇને વાતચીત કરી રહ્યા છે. જુલાઇ સુધીમાં આ અંગે સંપૂર્ણ પ્લાનની જાણકારી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટે. ૨૦૧૭માં ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેનને લઇને જે એગ્રીમેન્ટ થયા હતા તેમાં મેક ઇન ઇન્ડિયાનું પ્રમોશન અને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીની જોગવાઇનો પણ સમાવેશ થતો હતો. પરંતુ હવે એવું જણાય છે કે જાપાનીઓ આ પ્રોજેક્ટમાં બાજી મારી રહ્યા છે અને ભારતના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની પીછેહઠ થઇ રહી છે.