મેઘપર પોલીસે કાર્યવાહી હાથ ધરી રિલાયન્સ કંપનીના કર્મચારી સાથે ૧૪.૪૪ લાખની છેતરિપંડી

જામનગર, તા.૫

જામનગર નજીક રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા એક કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી એક યુવતીએ સંબંધો વિકસાવી, ગિફ્ટ પાર્સલ મોકલી યુવતી અને તેની ટોળકીએ પાર્સલ ક્લિયરન્સ પેટે રૂા.૧૪.૪૪ લાખની છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગયો હતો. જામનગર નજીકથી રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા આશિષ છગનભાઈ સાકરિયા નામના કર્મચારી સાથે ગત ફેબ્રુઆરી માસના ગાળા દરમિયાન ઈનસ્ટાગ્રામ પર સોફિયા નામની યુવતીએ સંપર્ક કર્યો હતો જેને લઈને કર્મચારીએ સંબંધ આગળ ધપાવ્યો હતો. દરમિયાન વ્હોટ્‌સએપ પર આ યુવતીએ કંપનીના કર્મચારી સાથે અંગ્રેજીમાં વાતો કરી ૪૦,૦૦૦ ડોલર મોકલું છું તેમ કહી પાર્સલ મોકલ્યું હતું, ત્યારબાદ છેતરપિંડીનો ખેલ શરૂ થયો હતો. કસ્ટમ ક્લિયરન્સ કરાવવાના નામે દિલ્હી કસ્ટમના નામે યુવતી સાથે સંકળાયેલ ઠગ ટોળકીના શખ્સોએ કર્મચારીનો સંપર્ક કરી સમયાંતરે જુદા-જુદા રકમના ટ્રાન્જેક્શન કરાવી રૂા.૧૪,૪૫,૦૦૦ની રકમ પોતાના જુદા-જુદા ખાતાઓમાં જમા કરાવી દીધી હતી. છતાં પણ પાર્સલ નહીં છોડી વધુ રૂપિયાની માગણી કરી હતી જેને લઈને આ કર્મચારીએ છેતરાયા હોવાનો ભાવ થતાં મેઘપર પોલીસ દફ્તરનો સંપર્ક કર્યો હતો અને સોફિયા તેમજ અલગ-અલગ નબંર પરથી વાતચીત કરનાર દિનેશ શર્મા, કુંદન, ઓમવીરસિંહ, કુલદીપ કોનિયા સહિતના શખ્સો સામે આઈપી કલમ ૪૨૦, ૧૨૦બી અને આઈટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સાઈબર ક્રાઈમ સેલના પીઆઈ ટી.એલ.વાઘેલા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks