મેનપુરીમાં અસામાજિક તત્ત્વોએ એક દલિત મહિલાના ખેતરમાંથી પાક કાપી લીધો, જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે તેમને જાતિસૂચક અપશબ્દો કહેવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે

 

 

(એજન્સી) તા.૧પ
મેનપુરીના વિક્રમપુર ગામમાં, અસામાજિક તત્વોએ એક દલિત મહિલાના ખેતરમાં ઊભેલો ડાંગરનો પાક બળજબરીથી કાપી લીધો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો, ત્યારે તેમને જાતિસૂચક અપશબ્દો સંભળાવવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. પીડિતા પ્રીતિ (જે અનુસૂચિત જાતિના સમુદાયમાંથી આવે છે) એ ઓંચા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ વાગ્યે, શૈલેન્દ્ર, ચંદ્રપાલ અને અમોલ સિંહ (જેઓ ઓંચાના નાગલા વંશી ગામના રહેવાસી છે) એ તેમના માણસો સાથે મળીને પ્રીતિના ખેતરમાંથી (પ્લોટ નંબર ૧૦૪/૫) હાર્વેસ્ટર મશીન વડે ડાંગરનો પાક કાપી લીધો. જ્યારે પ્રીતિએ વાંધો ઉઠાવ્યો, ત્યારે આરોપીઓએ તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિતાના કહેવા મુજબ, આરોપીઓ પ્રભાવશાળી વ્યક્તિઓ છે અને આ પાક તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત હતો, જેના કારણે તેમને મોટું નુકસાન થયું છે. પીડિતાએ ઓંચા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સ્ટેશન ઇન્ચાર્જ ચંદ્રપાલ સિંહે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks