
લોકસભા ચૂંટણી ૨૦૨૪ : ભાજપના સ્થાનિક કાર્યકરોએ કહ્યું કે, તેઓ ત્રણ મુખ્ય પરિબળો પર આધાર રાખે છે
- વધુ મતદાનની ટકાવારી • દલિત મતોમાં વિભાજન • ભાજપને મોટા પ્રમાણમાં દલિત વોટ મળવા
(એજન્સી)
મેરઠ/નવી દિલ્હી, તા.ર૮
ચાલી રહેલી સામાન્ય ચૂંટણીમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની આઠ બેઠકો (અલીગઢ, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, બુલંદશહર, અમરોહા, ગૌતમ બુદ્ધ નગર અને મથુરા) માટેના બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે ૫૩.૦૨% મતદાન નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો પૈકીની મેરઠમાં ત્રિકોણીય હરીફાઈ હતી. જેમાં, રામાયણ’ ટીવી સિરિયલમાં ભગવાન રામનું પાત્ર ભજવીને જાણીતા બનેલા ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના ઉમેદવાર અરૂણ ગોવિલ, સમાજવાદી પાર્ટી (જીઁ) ના દલિત જાતિના સુનીતા વર્મા અને બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ)ના બ્રાહ્મણ ઉમેદવાર દેવવ્રત ત્યાગીનું ભાવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈફસ્)માં સીલ થઇ ગયુ છે. ભાજપના ઉમેદવારની જીત મોટેભાગે દલિત મતોના વિભાજન અને શહેરની વધુ મતદાન ટકાવારી પર નિર્ભર કરે છે. આ વખતના મતદાનમાં અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીની સરખામણીએ ઘટાડોમાં જોવા મળ્યો છે. આ તબક્કે સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના મતોમાં વિભાજનની આગાહી કરવી મુશ્કેલ છે. તેથી આ વખતે થયેલા ઓછી ટકાવારી વાળા મતદાન અંગે ભગવા પક્ષે ચિંતા કરવી જોઈએ.
વર્માએ, ગોવિલને અને મેરઠના ભૂતપૂર્વ મેયર ત્યાગીને સખત ટક્કર આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ બેઠક પર લઘુમતી સમુદાયનું પ્રમાણ નોંધપાત્ર હોવા છતાં કોઈપણ મુખ્ય પક્ષે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.
મેરઠમાં છેલ્લી કેટલીક લોકસભા ચૂંટણીઓમાં, ભાજપ, એસપી અને બીએસપી વચ્ચે ત્રિકોણીય લડાઈ જોવા મળી છે. જેમાં મુસ્લિમ મતો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, અખિલેશ યાદવ અને માયાવતીની વચ્ચે વિભાજિત થતા રહ્યાં છે.
અહીયાં મુસ્લિમો પછી, દલિતોની વસ્તી બીજા છે જે નંબરના સૌથી મોટા મતદાર છે. જોકે સામાન્ય રીતે, તેમાંના મોટાભાગના બીએસપીને સમર્થન આપે છે.
અગાઉની લોકસભા ચૂંટણી, એસપી અને બીએસપીએ સંયુક્ત રીતે લડી હતી, ત્યારે ભાજપ ૫,૦૦૦ મતોના ઓછા માર્જિનથી સીટ જીતવામાં સફળ રહ્યું હતું.
ટેલિવિઝન પર ભગવાન રામની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલા ગોવિલે, અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનો ભરપુર લાભ લીધો હતો.
ભાજપનું માનવુ હતું કે, ગોવિલ બહારની વ્યક્તિ તરીકે લડશે તો અમુક દલિત મતો મેળવીને પક્ષને અને મોદી પરિબળને ફાયદો કરશે.
મોકનાયકે ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીના વિદ્યાર્થી દીપક શર્મા સાથે લોકસભા બેઠકની આસપાસની ચિંતાઓ વિશે વાત કરતાં, તેણે ગોવિલને ‘આઉટસાઇડર’ કહ્યા.
તેણે કહ્યું, “તે મૂળ વતની નથી. તે એટલો સુસંસ્કૃત છે કે તેણે ફુલોની માળા પહેરવાની ના પાડી દીધી અને તેણે હાથ મિલાવતી વખતે મોજા પહેરી રાખ્યા હતા.” અન્ય એક રિસર્ચ સ્કોલર રવિ કુમારે પણ આવા જ કહ્યું હતુ. તેણે કહ્યું, “શું અહિંયા અન્ય કોઈ લાયક ઉમેદવારો ન હતા ? અમને નેતા (રાજકારણી) જોઈતા હતા, અભિનેતા (અભિનેતા) નહિ. રાજકારણી બનવા માટે ઘણા સમય અને પ્રયત્નની જરૂર પડે છે.” શર્મા અને સાથી વિદ્યાર્થીઓએ જોકે જણાવ્યું કે તેમના પરિવારની પરંપરાને ધ્યાનમાં રાખીને તેઓએ ભગવા પક્ષને મત આપ્યો હતો.
ખાટીક જાતિના રવિએ જણાવ્યું કે, અગાઉની ચૂંટણીઓમાં, તેની જ્ઞાતિએ ભાજપને ટેકો આપ્યો હતો પણ આ વખતે તે બધાએ, કોંગ્રેસ-એસપી ગઠબંધનના દલિત ઉમેદવારને મત આપ્યો હતો.
મેરઠના ગઢ રોડ પર દરજીનો વ્યવસાય કરતા, ખ્વાજહાંપુરના મોહમ્મદ યુસુફે દાવો કર્યો છે કે, તેમના સમુદાયના ૯૦%થી વધુ લોકોએ વિરોધ પક્ષના ગઠબંધનના ઉમેદવારને મત આપ્યો છે. તેમણે કહ્યું કે પરિણામ આખરે દલિત મતો પર આધારિત છે.
ભાજપના કાર્યકરો સંમત થયા હતા કે, મુસ્લિમ ઉમેદવારની ગેરહાજરી અને સપા દ્વારા ઊભેલા દલિત ઉમેદવારને કારણે આ વખતે તેમના માટે અઘરૂં છે.
સપા ઉમેદવાર સુનીતા વર્માના જીવનસાથી યોગેશ વર્માએ અનુમાન કર્યુ છે કે, તેમની પાર્ટી આ બેઠક પર ૯૫% મુસ્લિમ મતોથી જીતશે. તેઓ પોતે બીએસપીના સભ્ય છે અને જાટવ સમુદાયના છે, જે આ મતવિસ્તારમાં નોંધપાત્ર વસ્તી ધરાવે છે. દલિતોએ પણ મોટી સંખ્યામાં તેમની પત્નીને ટેકો આપ્યો છે. જો કે, આ તરફ ગોવિલ પણ દાવો કરે છે કે, તેઓ વિજયી બનશે અને તેમની પાર્ટી ૪૦૦થી વધુ બેઠકો જીતશે. ગોવિલે જણાવ્યું કે, “મને સમાજના દરેક વર્ગના આશીર્વાદ મળ્યા છે અને મને ખાતરી છે કે તેઓ મારી જીત સુનિશ્ચિત કરશે. અમને સંપૂર્ણ આશા છે કે આ વખતે, ભાજપ લોકસભામાં ૪૦૦નો આંકડો પાર કરશે.”