મેરઠ દલિત પરિવાર ‘ઘરમાં નજરકેદ’ : પરિવારનઅપહરણ કેસમાં પોલીસ દબાણનો આરોપ

રાજપૂત સમુદાયના પારસ સોમ અને સુનીલ સોમે ૮ જાન્યુઆરીએ ૫૦ વર્ષીય સુનીતા દેવીની હત્યા કરી હતી અને તેની ૨૦ વર્ષની પુત્રીનું અપહરણ કર્યું હતું

(એજન્સી) તા.૧
મેરઠ જિલ્લાના કાપસદ ગામમાં આ મહિનાની શરૂઆતમાં તેની માતાની હત્યા બાદ અપહરણ કરાયેલી દલિત છોકરીના પરિવારના સભ્યોએ દાવો કર્યો છે કે તેઓ ઘરમાં નજરકેદ હતા અને પોલીસ આરોપીઓ સામે કેસ ન ચલાવવા માટે તેમના પર દબાણ કરી રહી હતી.રાજપૂત સમુદાયના પારસ સોમ અને સુનીલ સોમે ૮ જાન્યુઆરીએ ૫૦ વર્ષીય સુનીતા દેવીની હત્યા કરી હતી અને તેની ૨૦ વર્ષની પુત્રીનું અપહરણ કર્યું હતું. પોલીસે મેરઠથી સુનીલ અને હરિદ્વારથી પારસની ધરપકડ કરી હતી અને છોકરીને પાછી મેળવી હતી. સુનીતાના પતિ સત્યેન્દ્ર કુમારે તેમના ઘર નજીક પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે તેમને નજરકેદ કર્યા છે. ‘અમને અમારા વકીલોને મળવાની પણ મંજૂરી નથી. અમારા પરિવારના સભ્યો જે અમને મળવા આવ્યા હતા તેમને ઘરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. અમને શંકા છે કે તેઓ અમારા ફોન કોલ્સ પણ રેકોર્ડ કરી રહ્યા છે.’ તેમણે દાવો કર્યો કે કેટલાક પોલીસે તેમને પારસ સામે કેસ ચલાવવા સામે ચેતવણી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks