(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
શહેરના મોટા વરાછા ખાતે રહેતા લુમ્સ કારખાનેદાર સાથે રૂા.૮૩.૯૯ લાખની ઠગાઇ કરનાર ઘોડદોડ રોડના બે વેપારીઓ સામે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ રીવર હેવનમાં રહેતાં લુમ્સ કારખાનેદાર પ્રશાંતકુમાર ધરમશીભાઈ પટેલે આરોપી આકાશ રામલીલા સજાજુ, રામલીલા સજાજુ રહે. મેઘધનુષ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ સંપન્ન કરી રૂ.૧,૧૫,૧૨,૪૦૭ની કિંમતનું કાપડ ખરીદી ૩૫ થી ૪૫ દિવસમાં પેમેન્ટ કરવાનો ભરોસો આપ્યો હતો. જે પૈકી રૂપિયા ત્રણ લાખ અને ફરિયાદીને વેપારી અંકુરભાઈને આપવાના થતાં રૂ.૧૬,૭૬,૭૮૩ આરોપીએ આપવાનું કબુલ્યા બાદ બાકીના રૂ.૮૩,૯૯,૯૨૪નું પેમેન્ટ નહીં કરી ચેક બાઉન્સ કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.