મોડાસાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં શિષ્ણવૃત્તિ માટે બાળકોના ખાતા ખોલવા ધરમધક્કા

મોડાસા, તા. ર
અરવલ્લી જિલ્લા સહીત મોડાસા પંથકમાં રાષ્ટ્રીયકૃત બેંક માં ખાતા ખોલવા માટે શિક્ષકો સહીત બાળકો અને વાલીઓને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા તાલુકાની પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા બાળકોને સરકાર દ્વારા અભ્યાસમાં મદદરૂપ થાય તેમાટે શિષ્યવૃતિ ની સહાય મેળવવા રાષ્ટ્રીયકૃત બેંક મા ફરજીયાત ખાતું ખોલાવવું પડે છે બાળકોના ખાતા ખોલાવવા જતા શિક્ષકોને મોડાસા શહેર સહીત જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા હોવાની સાથે બે-ચાર કલાક બેંકમાં બેસાડી રાખતા હોવાની સાથે ફોર્મ કોઈ ભૂલ હોય તો બાળકો અને તેમના વાલીઓને બેંકમાં ધરમધક્કા ખવડાવવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દ્વારા મોડાસા શહેર સહિત જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીઓ અને કર્મચારીઓને શિષ્યવૃતિ માટે ખાતું ખોલવા આવનાર બાળકોને પ્રાથમિકતા આપી ખાતા ખોલી આપવા આદેશ આપવામાં આવે તેવું જિલ્લા વાસીઓ ઈચ્છી રહ્યા છે.
મોડાસાના માલપુર રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારી દ્વારા તેમની બેંકમાં શિષ્યવૃતિ માટે ખાતું ખોલાવવા આવનાર શિક્ષકને બેસાડી રાખતા આઅંગે બેંક મેનેજર સાથે રૂબરૂ મુલાકાત કરતા મેનેજરે જણાવ્યું હતું કે સ્ટાફ નથી અને ચાર રસ્તા બ્રાન્ચમાં વધુ સ્ટાફ હોવા સહિત પેન્ડિંગમાં સો ખાતા ખોલવાના બાકી હોવાના બહાના આગળ ધરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts