મોડાસામાં એક મહિના પહેલાં જ બનેલા રોડ પર ભૂવો પડ્યો !

(સંવાદદાતા દ્વારા)
મોડાસા,તા.ર૯
મોડાસા ચાર રસ્તાથી નગરપાલિકા કચેરી સુધી એક મહિના અગાઉ બનાવેલ રોડ પર ભુવો પડતા ટ્રેક્ટર ભુવામાં ઘૂસી જતા ટ્રેક્ટરને માંડ માંડ બહાર કાઢવામાં આવ્યું હતું રોડ બનાવનાર કોન્ટ્રાકટર સામે નગરપાલિકા તંત્ર દ્વારા નબળી કામગીરી અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને બિલ ન ચુકવાયું હોય તો અટકાવવાની શહેરીજનો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે. મોડાસા શહેરના ચાર રસ્તાથી નગરપાલિકા કચેરી સુધી રોડ ઉબડ ખાબડ બનતા નવીન આરસીસી રોડનું નિર્માણ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા હાથધરવામાં આવતા આરસીસી રોડના કામમાં ધૂળ ધાણી વાપરવામાં આવી હોય. તેમ નબળી કામગીરીની પોલ ખુલ્લી પડતા નવીન માર્ગ પરથી પસાર થતું ટ્રેક્ટર ભુવામાં ફસડાઈ પડતા ટ્રેક્ટરનું ટાયર ઉતરી પડતા આજુબાજુમાંથી દુકાનદારો અને રાહદારીઓ દોડી આવી મહામુસીબતે ભુવા માંથી ટ્રેક્ટરને કાઢવામાં આવ્યું હતું. આરસીસી રોડનું નિર્માણ એક મહિના અગાઉજ પૂર્ણ થવા છતાં એક મહિનાના સમયગાળામાં રોડ પર ભુવો પડતા નગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતના પગલે નબળી કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની હતી. મોડાસા શહેરમાં એક ઇંચ વરસાદમાં ભુવો પડતા ભ્રષ્ટાચારનો ભુવો ધુણવા લાગ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks