મોદીની જાહેરાત પછી ૩ મે સુધી ફ્લાઇટ, ટ્રેન સેવા મોકૂફ

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે આશ્વાસન આપ્યું હતું કે, ત્રીજી મે સુધી વધારેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓની કોઇ અછત પડશે નહીં. આ પહેલા મોદીએ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, બુધવારે લોકડાઉન અંગે નવા દિશાનિર્દેશ બહાર પડાશે. ભારતમાં મંગળવારે ૧૦,૩૬૩ કોરોના વાયરસના કેસો થઇ ગયા છે જ્યારે ૩૫૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે. વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ ભારતીય રેલવેએ ૩જી મે સુધી પોતાની પેસેન્જર ટ્રેનો રદ કરી છે. રેલવેના અધિકારીએ તેની જાણકારી આપતા કહ્યું કે, રેલવેએ ૩ મે સુધી પોતાની બધી પેસેન્જર સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જલ્દી જ તેના પર વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. આ પહેલા પેસેન્જર ટ્રેનોને ૧૪ એપ્રિલની રાત સુધી રદ કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય તરફથી અપાયેલી જાણકારી મુજબ પ્રીમિયમ ટ્રેન, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરે ૩ મે સુધી રદ કરી દેવામાં આવી છે. હવાઈ સેવાઓની વાત કરીએ તો હાલમાં ૩૦ એપ્રિલ સુધી તેને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બની શકે કે ટ્રેન રદ કરવાના નિર્ણય બાદ હવે હવાઈ સેવાઓને પણ ૩મે સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવે. જોકે આ સંદર્ભમાં અત્યાર સુધી કોઈ ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks