(એજન્સી) મીરઝાપુર, તા. ૧૨
વડાપ્રધાન મોદીએ સોમવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેૈન્યુઅલ મેક્રોની સાથે મળીને યુપીના મીરઝાપુરમાં ૧૦૦ મેગાવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. ૧૫૫ એકરમાં ફેલાયેલું આ યૂપીનું સૌથી મોટું પાવર પ્લાન્ટ છે. આ સૌથી મોટા પાવર પ્લાન્ટમાં લગભગ ૧ લાખ ૧૯ હજાર સોલર પેનલ લગાડવામાં આવ્યાં છે. તેનું નિર્માણ ફ્રાન્સની કંપની એનગી દ્વારા લગભગ ૫૦૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું ચે. આ પ્લાન્ટમાં દર વર્ષે ૧૫.૬ કરોડ યુનિટ અને દર મહિને એક કરોડ ૩૦ લાખ યુનિટ વીજળી પેદા થશે. આ પહેલા બન્ને દેશોના નેતાઓએ ચાલુ વર્ષે મહારાષ્ટ્રના જેતાપુરમાં દુનિયાનું સૌથી મોટા પાવર પ્લાન્ટ ઊભું કરવાનું પણ વચન લીધું. જેતાપુર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ પુરો થયા બાદ તેની ઉત્પાદન ક્ષમતા ૯.૬ ગીગાવોટ થઈ જશે અને આદુનિયાનું સૌથી મોટું પાવર પ્લાન્ટ હશે.વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારત તેની અક્ષય ઊર્જા ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહ્યું છે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ સમિતિનો ઉદ્દેશ ક્લાઈમેન્ટ ચેન્જની અક્ષય ઊર્જા ઓછા ખર્ચના માધ્યમનો ઉપયોગ કરવાનું છે. આઈએસએ સમિટ દરમિયાન મોદીએ કહ્યું કે ભારતે દુનિયાનો સૌથી મોટો અક્ષય ઊર્જાના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેની હેઠળ ૨૦૨૨ સુધી અક્ષય ઊર્જાના સ્ત્રોતમાંથી ૧૭૪ ગીગાવોટ ઊર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. તેમાં સૌર ઉર્જાની હિસ્સેદારી ૧૦૦ ગીગાવોટની હશે. આ દેશની અક્ષય ઊર્જાની હાલની ક્ષમતા કરતાં બમણી હશે. ભારતમાં સૌર ઊર્જા ઝડપથી વિકસીત થઈ રહેલું સેક્ટર છે. સૌર ઊર્જાની સાથે સાથે ભારતનો ભાર પરમાણુ ઊર્જા પર પણ રહ્યો છે.