મોદી હજુ પણ ‘સૂટબૂટ’ના માણસ, ગરીબોથી અંતર જાળવે છે : રાહુલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ફરી વાર સૂટબૂટની સરકારનો હુમલો કરતાં કહ્યું કે મોદીને હમેંશા તેમના જેવા પરિધાન પહેરેલા લોકો ગમે છે તેમને ગરીબો ગમતા નથી. જેકેટ મુદ્દે બોલતાં ગાંધીએ કહ્યું કે તમે મોદીને કદી પણ ગરીબ માણસને ભેટતા નહીં જોઈ શકો. તેઓ ગરીબોથી અંતર જાળવે છે. રાહુલે કહ્યું કે તેઓ હમેંશા મોંઘા વસ્ત્રો પહેરેલા લોકોને ગળે લગાડતા હોય છે. ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ગરીબો સાથે અંતર જાળવતા હોય છે. વાસ્તવિક સ્થિતિ એવી છે કે મોદી હજુ પણ સૂટબુટના માણસ છે. મોદીએ કશું પણ કર્યું નથી. રાહુલે કહ્યું કે મોદીએ એક વર્ષમાં ૨ કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પરંતુ તેઓ આ વચન પાળી શક્યા નથી. રાહુલ ગાંધીએ મેઘાલયના પહેરેલા ૬૩,૦૦૦ ના બર્બેરી જેકેટના મુદ્દે ખેલાઈ રહેલી રાજનીતિમાં એક વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એવો ખુલાસો કર્યો નથી આ જેકેટ મારૂ નથી પરંતુ ભાડે લીધેલું છે.ભાજપે એવો દાવો કર્યો હતો કે રાહુલે પહેરેલા જેકેટનું કિંમત સિત્તેર હજારની આસપાસ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks