મોરબીના બેલા-પીપળી રોડ પર ટ્રાફિકજામમાં દરરોજ અટવાતા વાહનચાલકો

 

મોરબી, તા.૨૧
વધતી વાહનોની સંખ્યા સામે રોડ-રસ્તાની પ્રાથમિક સુવિધામાં વધારો ન થવાથી મોરબી શહેર અને શહેરને જોડતા બાયપાસ પર ટ્રાફિકજામની સમસ્યા હવે વિકરાળરૂપ લઈ રહી છે. શહેરના વિકાસની સાથોસાથ માળખાગત સુવિધા ન વધે ત્યારે વિકાસ દુવિધા ઊભી કરતો હોય છે. મોરબી શહેરની હાલત અત્યારે બિલકુલ આ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. એક તરફ વરસાદી સિઝનમાં મોરબી શહેર સહિત જિલ્લાના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે બેલા-પીપળી રોડ પર પિક અવર્સમાં ટ્રાફિકજામની વિકરાળ સમસ્યા રોજિંદી બની છે. સવારે કામ-ધંધે જતા લોકો રોજની આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ટ્રાફિકમાં અટવાયેલા સેંકડો નાના મોટા વાહનોમાં સેંકડો લિટર પેટ્રોલ-ડીઝલનો થતો વેડફાટ લોકોને ભારે પડી રહ્યો છે, ખરાબ માર્ગને કારણે ટ્રાફિક આમ પણ ધીમો ચાલતો હોય છે ત્યારે આ માર્ગ પર ટ્રાફિક નિયમન માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સમયસર કામના સ્થળે પહોંચવાની લહાયમાં વાહનચાલકોમાં અંધાધૂંધી સર્જાતી હોવાના દૃશ્યો રોજિંદા બન્યા છે. ત્યારે સત્વરે ટ્રાફિકજામની આ ગંભીર સમસ્યાનો નિવેડો આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks