મોહમ્મદ શમીની પત્ની અને પુત્રીને માસિક રૂા.૪ લાખ ભરણપોષણ મળશે : કલકત્તા હાઇકોર્ટ

તા.૨
કલકત્તા હાઈકોર્ટે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ અજય કુમાર મુખર્જીની બેન્ચે હસીન જહાંની અરજી પર ભારતીય ક્રિકેટરને માસિક ખર્ચો ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશે આદેશમાં જણાવ્યું કે મોહમ્મદ શમીની આવક, નાણાકીય દસ્તાવેજોને ધ્યાનમાં લેતાં તે વધુ રકમની ચૂકવણી કરવાની સ્થિતિમાં છે. કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે, શમીથી અલગ રહેતી પત્નીને લગ્ન દરમિયાન મળેલા ભરણ-પોષણ માટે સમાન હકદાર છે, જેનાથી અરજદાર પત્ની અને તેની દીકરીના ભવિષ્યને યોગ્ય સુરક્ષા મળી શકે. ન્યાયમૂર્તિ અજય કુમારે આદેશમાં કહ્યું કે, “અરજદાર નંબર ૧ (પત્ની)ને દર મહિને ૧.૫ લાખ રૂપિયા અને તેની દીકરીને દર મહિને ૨.૫ લાખ રૂપિયા દર મહિને આપવું યોગ્ય રહેશે.” કોર્ટે એમ પણ કહ્યું કે, આ રકમ ત્યાં સુધી આપવી પડશે જ્યાં સુધી મુખ્ય અરજીનો નિકાલ ન થઈ જાય. કોર્ટે ઉલ્લેખ કર્યો કે, મુખ્ય અરજીના નિકાલ સુધી બંને અરજદારોએ નાણાકીય સ્થિરતા નિશ્ચિત કરવી જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે, અરજદારે ૭ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ઇસ્લામિક રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્નબંધન બાદ બંનેની એક દીકરી થઈ. શમી અને હસીન જહાંની દીકરીનો જન્મ ૧૭ જુલાઈ, ૨૦૧૫ના રોજ થયો. હસીન જહાંએ શમી પર આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ શમીએ અને શમીના પરિવારે  શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. હસીન જહાંએ ૮ માર્ચ, ૨૦૧૮ના રોજ પશ્ચિમ બંગાળના જાદવપુર પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks