મોહમ્મદ સોલિમાન તરીકે ઓળખાયેલા શકમંદ પાસે હાથે તૈયાર કરેલા સળગતા કાકડા હતા જેના કારણે ૬૭થી ૮૮ વર્ષની વય સુધીના ૮ લોકો ઘાયલ થયા છે. સોલિમાને પેલેસ્ટીન આઝાદ કરો એવા નારા પોકારીને પેટ્રોલ બોમ્બના ઘા કર્યા : એફબીઆઈ કહે છે કે, એક શાંતિપૂર્ણ અને નિયમિત યોજાતા કાર્યક્રમ પર નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા જે આતંકનું કૃત્ય છે અને તપાસ ચાલી રહી છે, ઈઝરાયેલ તરફી સંસ્થા દ્વારા ગાઝાના બંધકો વિશે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો
(એજન્સી) તા.૨
રવિવારે અમેરિકાના કોલોરાડોના બોલ્ડરમાં એક યહૂદી પ્રદર્શન પર હુમલો કરવામાં આવ્યો. પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિએ મોલોટોવ કોકટેલ ફેંકી અને કામચલાઉ ફ્લેમથ્રોવરનો ઉપયોગ કર્યો. આ હુમલામાં છ લોકો ઘાયલ થયા છે. ગાઝામાં કેદ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાની માંગ માટે આ પ્રદર્શન યોજાઈ રહ્યું હતું. આ હુમલો કરનાર વ્યક્તિ, મોહમ્મદ સાબરી સોલિમાન, ‘પેલેસ્ટીનને મુક્ત કરો, ઇઝરાયેલનો નાશ કરો’ જેવા નારા લગાવી રહ્યો હતો. યુએસ એજન્સી એફબીઆઈએ આ હુમલાને ‘લક્ષિત આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે. હુમલાના શંકાસ્પદ સોલિમાનની પોલીસે ધરપકડ કરી છે. ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, હુમલાના શંકાસ્પદ, જેની ઓળખ મોહમ્મદ સાબરી સોલિમાન તરીકે થઈ છે, તેને સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી. ઈજાને કારણે તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જોકે, તેની સામે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે આરોપ જાહેર કરવામાં આવ્યા નથી. અધિકારીઓ કહે છે કે તેઓ તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવાનો ઇરાદો ધરાવે છે. એફબીઆઈ ડેનવરના સ્પેશિયલ એજન્ટ-ઇન-ચાર્જ માર્ક મિશેલેકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, તેમને શંકા છે કે ૪૫ વર્ષીય સોલિમાન કોઈ મોટા જૂથ અથવા આતંકવાદી નેટવર્કનો ભાગ છે. મિલોચકે શરૂઆતની તપાસના આધારે માન્યું છે કે સોલીમાને આ ઘટના એકલા હાથે અંજામ આપ્યો હતો. ઇજિપ્તીયન નાગરિક સોલિમાન પહેલા ૨૦૦૫માં અમેરિકા આવવા માંગતો હતો પરંતુ તેને વિઝા મળ્યો ન હતો. બાદમાં તે ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવ્યો અને અહીં રહ્યો. વિઝા પર વધુ સમય રહેવા બદલ તેને કાનૂની કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો છે. યુએસ અધિકારીઓએ દ્ગમ્ઝ્ર ન્યૂઝને જણાવ્યું હતું કે, સોલિમાન એક ઇજિપ્તીયન નાગરિક છે જેનો કાયદા અમલીકરણ સાથે અગાઉ કોઈ નોંધપાત્ર સંપર્ક નથી. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ કોઈ વૈચારિક જોડાણ દર્શાવતું નથી. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે કહ્યું છે કે હુમલાના શંકાસ્પદ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ટુરિસ્ટ વિઝા પર વધુ સમય રોકાયો હતો. મિલરે ઠ પર લખ્યું, ‘તેને બિડેન સરકારમાં ટુરિસ્ટ વિઝા મળ્યો હતો પરંતુ તે વિઝાની મુદતથી વધુ સમય રોકાયો હતો. આ પછી તેને બિડેન વહીવટીતંત્ર તરફથી વર્ક પરમિટ મળી.’