દુબઈ, તા.૪ : ભારતીય ટીમને સતત ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચવા માટે ર૬પ રનનું ટાર્ગેટ મળ્યું હતું. અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ ર૬૪ રનમાં સમેટાઈ ગઈ. સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીની અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. અત્યાર સુધી કોઈપણ ટીમ રપ૦નો સ્કોર બનાવી શકી ન હતી. જો કે આ મેચ નવી પિચ પર રમાઈ હતી. ઓસી કપ્તાન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૩૬ ઓવર બાદ ચાર વિકેટે ૧૯પ રન હતો. અહીંયાથી લાગતું હતું કે ટીમ સરળતાથી ૩૦૦ રનનો આંકડો પાર કરી લેશે. પણ આગામી બે ઓવરમાં ભારતે સેટ થઈ ચૂકેલા સ્ટીવ સ્મિથ અને મેક્સવેલને આઉટ કરી દીધા. અંતિમ ૧૪ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ૬ વિકેટે ૬૯ રન બનાવ્યા. એલેક્સ કેરીએ પ૭ બોલમાં ૬૧ રનની ઈનિંગ રમી. શ્રેયસ અય્યરના ડાયરેક્ટ થ્રોએ તેને રન આઉટ કર્યો. ભારત માટે મોહમ્મદ શમીએ ત્રણ જ્યારે વરૂણ ચક્રવર્ણીએ અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી.