મ્યાનમાર : ‘આંગ સાન સૂ કી’ના ઘર પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો, આગ લાગી

(એજન્સી) રંગુન, તા.ર
મ્યાનમારમાં લોકતંત્રની ધરોહર માનવામાં આવતી નેતા આંગ સાન સૂ કીના રંગુનમાં ઝીલના કિનારે બનેલા નિવાસ પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો. હુમલાના સમયે દેશની નેતા સૂ કી નિવાસ પર હાજર ન હતા. બોમ્બના હુમલાથી તેમના નિવાસમાં આગ લાગી ગઈ જેનાથી થોડુંક નુકસાન થયું હતું. ટૂંક સમયમાં આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. સૂ હુમલા વખતે ઘરમાં હાજર ન હતા. સૂ હાલના સમયે રાજધાની નેપીતામાં છે. જ્યાં તેઓ સરકારની બીજી વર્ષગાંઠ પર સંસદને સંબોધિત કરવાના છે. મ્યાનમારમાં સૂ ના આવાસ પર આ હુમલો તેમની નીતિઓનો વિરોધ કરવા માનવામાં આવી રહ્યો છે. લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે દેશને આ સમયે આંતરરાષ્ટ્રીય આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની આશરે સાડા છ લાખ મુસ્લિમો ભાગીને બાંગ્લાદેશ પહોંચ્યા છે પણ સૂ કીએ તેમની સહાનુભૂતિમાં કંઈ પણ નથી કહ્યું છે. રંગુનના જે નિવાસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો થયો છે તે સૈન્ય શાસનના વિરૂદ્ધ લોકતંત્રની લડાઈમાં મુખ્ય સ્થળના રૂપમાં માનવામાં આવે છે. આ આવાસ પર સૂ ને વર્ષો સુધી કેદ રાખવામાં આવી હતી અને અહીંયાથી તેઓએ પોતાનું આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલનના પરિણામે સૈન્ય શાસનને લોકતંત્રની સ્થાપના માટે વિક્ષેપ થવું પડ્યું અને વર્ષ ર૦૧પમાં મ્યાનમારમાં ચૂંટણીઓ થઈ ચૂંટણીમાં સૂ ની પાર્ટી ભારે બહુમતી ચૂંટણી જીતી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks