(એજન્સી) યાંગૂન, તા.૧૭
મ્યાનમારમાં સરકારી કાર્યાલયનો કબજો કરવાની કોશિશ કરી રહેલા રાખિન બુદ્ધ લોકો પર પોલીસે કરેલા ગોળીબારમાં ૭ લોકોનાં મોત થયા હતા જ્યારે ૧ર લોકો ઘવાયા હતા. હજારોની સંખ્યામાં બુદ્ધ સમુદાયના લોકો કલ મ્રાઉક યૂમાં ભાગ લેવા ભેગા થયા હતા. માઉક યૂ એક પ્રાચિન મંદિર છે જે હિંસાથી મુક્ત હતું. ૪ હજાર લોકો એકઠા થયા હતા. જેઓ બેકાબૂ બનતા પોલીસે ગોળીબાર કર્યો હતો. પોલીસે પહેલાં રબર ગોળીઓ છોડી હતી છતાં ટોળું ન વિખેરાતા બુલેટ ગોળીઓ છોડી હતી. કેટલાક લોકોએ પોલીસની બંદૂક છીનવી લેવાની કોશિશ કરતાં સંઘર્ષ બાદ હિંસા ભડકી હતી. યુનોએ બળ વાપરવાની ઘટનાની તપાસ માંગી છે. ૧૯૪૭માં બ્રિટનથી આઝાદ થયા બાદ કેટલાક જૂથો રાખિન પ્રાંતમાં આઝાદીની ચળવળ ચલાવે છે. ર૦૧૭માં સેનાના ઓપરેશનમાં કોમી તણાવ વધતા ૬ લાખ પ૦ હજાર રોહિંગ્યા બાંગ્લાદેશ ભાગી છૂટયા હતા. મ્યાનમારના નેતા સૂઈને આંતરરાષ્ટ્રીય આલોચનાઓનો ભોગ બનવું પડ્યું હતું. રાખિન પ્રાંતનો ઝંડો ફરકાવ્યા બાદ હિંસા ફાટી હતી. જેમાં ૭ લોકોનાં મોત થયા હતા જ્યારે ર૦ પોલીસ અધિકારી ઘાયલ થયા હતા.