મ્યુનિ. એ નોટિસ પાઠવતા હોટલ માલિકોએ કચેરીમાં દેખાવો કર્યા

અમદાવાદ, તા.૩૦
અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલી હોટલોને AMCએ નોટિસ પાઠવતા હોટલ માલિકોમાં રોષ જોવા મળ્યો છે. બોડકદેવ ખાતે આવેલી AMCની ઓફિસે તેમણે દેખાવો કર્યા છે. મહાનગરપાલિકાએ પાર્કિંગ અને માર્જિન અંગે યોગ્ય વ્યવસ્થા નહીં હોય તો હોટલોને તોડવાની ચીમકી આપતા હોટલ માલિકોમાં રોષ ફેલાયો છે. તંત્રએ તેમને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે. બીજી તરફ આ મામલે કચેરીએ રજૂઆત કરવા ૫હોંચેલા હોટલ માલિકો દ્વારા તોડફોડ કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષે૫ સાથે મનપાના અધિકારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો અહીં આવી ૫હોંચ્યો હતો અને એકત્ર થયેલા હોટલ માલિકોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન પોલીસને હળવો બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવાની ફરજ ૫ડી હતી.
તેની સામે વેપારીઓએ આક્ષે૫ કરતા કહ્યું હતું કે, અમે શાંતિથી અહીં રજૂઆત કરવા આવ્યા હતાં. ૫રંતુ પોલીસે દમન કરીને અમારી ઉ૫ર લાઠીચાર્જ કર્યો છે, જેના કારણે ઘણા લોકોને ઇજા ૫હોંચી છે. પોલીસ અતિરેક કરીને લોકશાહીનું હનન કરી રહી હોવાનો આક્ષે૫ પણ કરાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts