મ્યુનિ. કમિશનરની નોટિસ સામે અરજદારે આધાર પુરાવા સાથે ૧૪ પાનામાં આપેલી નોટિસથી ચકચાર

જૂનાગઢ, તા.૧૬
લાંબા સમયથી સિટી ઈજનેર વાઢેરની ડિગ્રીને લઈ લાંબા સમયથી લડત ચલાવી રહેલ દિલીપસિંહ હમીરસિંહ સોલંકીએ તાજેતરમાં મનપા કમિશનરને નોટિસ આપી અગાઉ ગુજરાત હાઈકોર્ટે કરેલા સૂચન મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અન્યથા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ સંદર્ભે કાર્યવાહી થશે તેવો નિર્દેશ આપ્યો હતો. આ વાતથી છંછેડાયેલા કમિશનરે આ ઘટનાના ફરિયાદી અને અરજદાર દિલીપસિંહ સોલંકીને સામી નોટિસ આપી સાયબર ક્રાઈમ તેમજ અખબારી યાદી પ્રસિદ્ધ કરવા બાબતે નોટિસ ફટકારી હતી. જો કે આ બાબતથી ગભરાયા વગર ફરિયાદી અને અરજદારે આ નોટિસનો જવાબ ૧૪ પાનામાં સામી નોટિસ આપી છે.
આ અંગે વધુ વિગતો અનુસાર ગણતરીના સમય પહેલાં જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનરે લાંબા સમયથી સિટી ઈજનેરના હોદ્દા ઉપર કામગીરી કરી રહેલ લલિત વાઢેરની ડિગ્રી બોગસ હોવાની વાત સાથે લડત ચલાવી રહેલ દિલીપસિંહ સોલંકીએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલ પિટિશન અને તેનો ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાને આપેલ નિર્દેશ અનુસાર કાર્યવાહીમાં ઢીલ થઈ હોવાનું કહી. આ સંદર્ભે કન્ટેઈન્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા નોટિસ અપાઈ હતી. ફરિયાદી અને અરજદારને આ નોટિસનો સંતોષકારક જવાબ દેવાને બદલે આ નોટિસ મળતાની સાથે જ કમિશનર લાલઘૂમ થઈ ગયા હતા અને દિલીપસિંહ સોલંકીને તેમને આપેલ અખબારી માહિતી તેમજ સોશિયલ મીડિયામાં છવાયેલ પત્રિકા વાઈરલ કરવા સંદર્ભે સામી કાર્યવાહી કરવા નોટિસ આપી હતી. જો કે આ નોટિસને લૂખી ધમકી ગણાવી દિલીપસિંહ સોલંકીએ જૂનાગઢ મનપા કમિશનરને ૧૪ પાનામાં નોટિસનો જવાબ આપી સાથે આધાર પુરાવાઓ જોડી લાંબો લચ જવાબ અને નોટિસ પાઠવતા મહાનગરપાલિકા વર્તુળમાં આ નોટિસ યુદ્ધને લઈ અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. સાથે સામાન્ય વર્ગ મહાનગરપાલિકાના સિટી ઈજનેર સામે લડત ચલાવી રહેલ દિલીપસિંહે કમિશનરની નોટિસથી દબાણ વગર આધાર પુરાવાઓ રીતસર નાક વઢી લેતા જનતાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks