મ.સ.યુનિ. સોશિયલ વર્ક ફેકલ્ટીના ૨૦ વિદ્યાર્થીઓને ઈવેન્ટ મેનેજમેન્ટ કામગીરી માટે મોકલાયા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડભોઈ કાર્યક્રમ દરમિયાન કેવડિયા કોલોની નર્મદા ડેમના લોકાર્પણ માટે મ.સ.યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના ૨૦ વિદ્યાર્થીઓને ફરજિયાત પણે ઈવેન્ટ મેનેજમેન્ટની કામગીરી માટે સરકારી અધિકારીઓની સેવા માટે મોકલી દેવામાં આવતા તેમના અભ્યાસ પર અસર થઈ રહી હોવાનો આક્ષેપ કરી સેનેટ મેમ્બર કપિલ જોષીએ વિરોધ વ્યક્ત કર્યો છે. કપિલ જોષીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારી કાર્યક્રમો માટે સરકાર શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પાસે મજૂરોની જેમ કામગીરી કરાવી રહ્યા છે. હાલમાં જ અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાનની મુલાકાત દરમિયાન શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સરકારી કાર્યક્રમમાં કામગીરી માટે મૂકી દેવામાં આવ્યા હતા તેમજ આજે ડભોઈ ખાતે આયોજિત વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન પણ ઈવેન્ટ મેનેજમેન્ટના નામે સરકારી અધિકારીઓની સેવા માટે મ.સ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના પોસ્ટ ગ્રેજ્યુએટના ૧૦ મળી કુલ ૨૦ વિદ્યાર્થીઓને ડભોઈ કાર્યક્રમ માટે મોકલવામાં આવતા તેમના અભ્યાસ પર અસર પડી શકે છે. સેનેટ સભ્ય કપિલ જોષીએ તેનો વિરોધ નોંધવી સરકારી કાર્યક્રમોમાંથી શિક્ષકો કે વિદ્યાર્થીઓને મુક્ત રાખવા માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks