યમનના હૌથીઓએ હુદૈદાહ પર ઇઝરાયેલના હુમલાથી ૩૧ કરોડ ૩૦ લાખ ડૉલરનું નુકસાન નોંધાયું

(એજન્સી)                   તા.૩૦
હૌથી સમૂહે જણાવ્યું કે, પશ્ચિમ યમનના અલ-હુદૈદાહ બંદર પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં જુલાઈથી અત્યાર સુધીમાં ૩૧ કરોડ ૩૦ લાખ ડૉલરનું નુકસાન થયું છે.હૌથી સંચાલિત રેડ સી પોટ્‌ર્સ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું કે, હુમલાથી પોર્ટ ક્રેન્સ, પાવર સ્ટેશન અને ટગબોટને નુકસાન થયું છે.તેમણે જણાવ્યું કે, યમનના બંદરોને નષ્ટ કરવાનો ગુનો આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરના સિદ્ધાંતો અને જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
હૌથી ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં ઇઝરાયેલી દળોએ ગુરૂવારે અલ-હુદૈદાહ અને રાજધાની સના પર હવાઈ હુમલો કર્યો. જુલાઈથી યમનમાં હૌથી-નિયંત્રિત સ્થળો પર તેલ અવીવ દ્વારા શરૂ કરવામાં આવેલ હવાઈ હુમલાની ત્રીજી તરંગ હતી. હૌથીઓએ ગાઝા પટ્ટીના સમર્થનના પ્રદર્શનમાં લાલ સમુદ્રમાં ઇઝરાયેલી માલવાહક જહાજો અથવા તેલ અવીવ સાથે જોડાયેલા જહાજોને મિસાઇલો અને ડ્રોન સાથે નિશાન બનાવ્યા છે, જ્યાં ૭ ઓકટોબર, ૨૦૨૩થી ઇઝરાયેલના નરસંહાર યુદ્ધમાં ૪૫,૨૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks