
(એજન્સી) તા.૨
યમનની રાજધાની સનામાં બે મ્યુઝિયમો ૨૦૧૧ પછી પ્રથમ વખત ફરીથી ખોલવામાં આવ્યા છે. દેશમાં ગૃહયુદ્ધને કારણે આ બંધ કરવામાં આવ્યા હતા. ડી ફેક્ટો હૌથી સરકારના સંસ્કૃતિ મંત્રાલયે ગઈકાલે સનામાં રાષ્ટ્રીય સંગ્રહાલય અને લોકપ્રિય હેરિટેજ મ્યુઝિયમ ખોલ્યું. આ ઉદ્ઘાટન સાંસ્કૃતિક મંત્રી અબ્દુલ્લા અલ-કિબ્સી સહિત હૌથી અધિકારીઓની હાજરીમાં થયું હતું.
હૌથી સંચાલિત સબાહ ન્યૂઝ એજન્સી અનુસાર, અલ-કિબ્સીએ જણાવ્યું કે, “દેશ જે મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છે તેના કારણે બે સંગ્રહાલયોનું ઉદ્ઘાટન લાંબા સમય પછી થયું છે.” તેમણે અને અન્ય અધિકારીઓએ બંને મ્યુઝિયમોમાં પ્રાચીન વસ્તુઓ, હસ્તપ્રતો, ફોટોગ્રાફ્સ અને પરંપરાગત પોશાકો સહિતના પ્રદર્શનો જોયા.
મંત્રીએ જણાવ્યું કે, “યમનની લોક વારસા પર ધ્યાન આપવું અને તેનું જતન કરવું એ દરેકની જવાબદારી છે, કારણ કે તે પેઢીઓને તેમના પૂર્વજોની સંસ્કૃતિ અને ઇતિહાસનો પરિચય કરાવવામાં ફાળો આપે છે.”
અરબ સ્પ્રિંગ તરીકે ઓળખાતા જન્નતનશીન રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહના શાસન સામે યમનમાં ક્રાંતિ સાથે મ્યુઝિયમો બંધ થયા હતા. દેશનિકાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર અને હૌથિસ વચ્ચેના યુદ્ધને કારણે તેમના ફરીથી ખોલવામાં વિલંબ થયો છે, જે ૨૦૧૪ના અંતથી ચાલુ છે.