ગાઝામાં નરસંહાર : ગાઝામાં ઇઝરાયેલ બોમ્બમારા દરમિયાન માર્યા ગયેલા બાળકોના મૃતદેહ લઈ જતા પેલેસ્ટીની માર્યા ગયેલા બાળકોના મૃતદેહ લઈ જતા પેલેસ્ટીનીઓ
(એજન્સી) જીનીવા, તા.૨૫
સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલી સુરક્ષા દળો પર ગાઝામાં પેલેસ્ટીની બાળકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે અને નિષ્કર્ષ કાઢ્યો છે કે, આવી કાર્યવાહી નરસંહાર, માનવતા વિરૂદ્ધના ગુનાઓ અને યુદ્ધ ગુનાઓ સમાન છે. પૂર્વ જેરૂસલેમ અને ઇઝરાયેલ સહિત કબજા હેઠળના પેલેસ્ટીની પ્રદેશ પર સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ તારણો સમાવિષ્ટ છે. અહેવાલ મુજબ, ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીએ પેલેસ્ટીની બાળકો પર વિનાશક અને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડ્યું છે, માત્ર સીધી હત્યાઓ અને ઇજાઓ દ્વારા જ નહીં પરંતુ શાળાઓ, હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારો સહિત આવશ્યક માળખાકીય સુવિધાઓના વિનાશ દ્વારા પણ. કમિશને જણાવ્યું હતું કે, ઇઝરાયેલી કાર્યવાહીએ પેલેસ્ટીની બાળકોની એક આખી પેઢી માટે અસરકારક રીતે “બાળપણનો નાશ” કર્યો છે. તપાસમાં ઓક્ટોબર ૨૦૨૩ અને ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચેની ઘટનાઓની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ૨૦,૦૦૦થી વધુ પેલેસ્ટીની બાળકો માર્યા ગયા હતા, જે ગાઝામાં થયેલા તમામ પેલેસ્ટીની મૃત્યુના આશરે ૩૦ ટકા હતા. કમિશને આરોપ લગાવ્યો હતો કે, ઓક્ટોબર ૨૦૨૫માં યુદ્ધવિરામ લાગુ થયા પછી પણ ઇઝરાયેલી દળોએ બાળકોને મારવાનું ચાલુ રાખ્યું હતું, જે એકલ-દોકલ ઘટનાઓને બદલે વર્તનની પેટર્ન દર્શાવે છે. “પુરાવા દર્શાવે છે કે, ઇઝરાયેલી સુરક્ષા દળો દ્વારા પેલેસ્ટીની બાળકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમની હત્યા કરવામાં આવી છે,”